Gujarat weather: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ફેરફાર થયો છે અમદાવાદમાં વહેલી સવારથી તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે ત્યારબાદ બપોરે લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો હતો હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હવામાન સુલત રહે તેવી આગાહી કરવામાં આવી છે આ સિવાય ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવું પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ અગાઉ આગાહી કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ હવામાનમાં ફેરફાર આવી શકે છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટ દાસ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી જે તેમણે પણ જણાવ્યું હતું કે સાત દિવસ લઘુતમ તાપમાન કોઈ પણ ફેરફાર વગર સામાન્ય રહેશે આ સાથે સુલ્ક વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં સૌથી ઠંડુ અને વધારે લઘુતમ તાપમાન ધરાવતા શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન નલિયા નું તાપમાન સૌથી નીચું રહ્યું છે નળિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયો છે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 14.3 ડિગ્રીનું થયું છે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.આગામી દિવસોમાં હજુ પણ વાતાવરણમાં મોટો ફેરફાર થાશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બીજી તરફ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે