અમેરિકામાં TikTok પર પ્રતિબંધ! સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, હવે 17 કરોડ યુઝર્સની નજર ટ્રમ્પ પર છે અમેરિકાની સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદામાં TikTok પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને કારણે ByteDanceને આ એપ બિન-ચીની ખરીદનારને વેચવાનો અથવા 19 જાન્યુઆરી સુધીમાં યુએસમાં તેની સેવા બંધ કરવાની નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય US કોંગ્રેસ અને ન્યાય વિભાગના સભ્યો દ્વારા “રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો” તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. TikTok banned in America
ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રતિબંધનો વિરોધ
TikTok પર આ પ્રતિબંધથી મનોરંજન, ઈ-કોમર્સ અને જાહેરાત માટે એપ પર નિર્ભર રહેલા લાખો વપરાશકર્તાઓ પર અસર થવાની સંભાવના છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રતિબંધનો વિરોધ કરવા માટે યોગ્ય ઉકેલ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ છે
ભારતમાં પણ અગાઉ સુરક્ષા મુદ્દાઓને કારણે TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેનો ફાયદો યુટ્યુબ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જેવા પ્લેટફોર્મને મળ્યો હતો.