Vikram Thakor : વિક્રમ ઠાકોર વિધાનસભામાં સન્માન કાર્યક્રમમાં આમંત્રણ ન આપતા નારાજ થયા હતા પરંતુ હાલમાં જ 300 જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ ફરી એકવાર વિક્રમ ઠાકોર હાજર રહ્યા નહોતા અને તેમને મોટું કારણ આપ્યું છે 28 માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે છેલ્લા બે દિવસમાં સરકાર દ્વારા મહત્વના ભીલો પણ રજૂ કરવામાં આવશે
નાણાકીય વ્યવસ્થાપન અને અન્ય મામલો નો સમાવેશ પણ કરવામાં આવશે પરંતુ ગુજરાત વિધાનસભાની ગેલેરીમાં આજે ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા 16 કલાકારોએ હાજરી આપી હતી વિધાનસભા અધ્યક્ષ તેમજ મંત્રીઓ દ્વારા 300 થી વધુ ફિલ્મ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે આ એક અનોખી ઘટના છે પરંતુ વિધાનસભાની કામગીરીને નજીકથી નિહાળી શકે તેના માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું
પરંતુ વિક્રમ ઠાકોર હાજર રહ્યા નહોતા હિતુ કનોડિયા હિતેનકુમાર મલ્હાર ઠાકર પૂજા જોશી ભવ્ય ગાંધી સહિતના મોટા કલાકારોએ હાજરી આપી હતી અગાઉ ક્યારેય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ના કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું નથી પરંતુ આ વખતે આપવામાં આવ્યું હતું અને મોટા કલાકારો હાજર રહ્યા હતા .વિક્રમ ઠાકોર આ કાર્યક્રમમાં હાજરી નહોતી આપી જેથી બીજી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે હજુ સુધી વિક્રમ ઠાકોર નારાજ છે તેઓ પણ લાગી રહ્યું છે તેવું રિપોર્ટમાં સામે આવ્યો છે પરંતુ વિક્રમ ઠાકોરની આ અંગે હજુ સુધી સ્પષ્ટ પ્રતિક્રિયા સામે નથી આવી