Farmers ID Card : ખેડૂત માટે તમામ યોજના અને સસ્તી લોન માટે ફાર્મર આઇડી કાર્ડના ફાયદાઓ જાણો

Farmer ID Card: ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિતની ઘણી બધી યોજનાના માધ્યમથી ખેડૂતોને સહાયતા આપવામાં આવે છે પરંતુ આજે અમે તમને ફાર્મર આઈડી કાર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત દેશના દરેક ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે કિસાન આઇડી કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે (Farmer ID Card) આ કાર્ડના માધ્યમથી ઘણી બધી યોજનાનો લાભ ખેડૂતો ઉઠાવી શકશે Farmer Registry Gujarat online Registration

ખેડૂતો માટે આમ તો ઘણી બધી યોજનાઓ પહેલેથી જ શરૂ છે જેમકે કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાયતા આપવામાં આવે છે પરંતુ આ કાર્ડના માધ્યમથી તમે કિસાન સન્માન ભંડોળ કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક વેચાણ જેવી સુવિધાઓ પણ આ કાર્ડના માધ્યમથી મેળવી શકો છો ચાલો તમને આ કાર્ડ અંગે વિગતવાર માહિતી આપીએ 

Farmer ID Cardના ફાયદાઓ

આધાર લિંક્સ ડિજિટલ ઓળખ તેમજ જમીનના રેકોર્ડ સાથે લિંક કરવામાં ફાર્મર આઇડી કાર્ડ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ માનવામાં આવશે જેમાં ખેડૂતોની અંગત વિગતો વાવેલા પાક ની માહિતી સંપૂર્ણ માહિતી ફાર્મર આઇડી કાર્ડના માધ્યમથી મેળવી શકાય છે આ સાથે જ જમીનની માલિકીનો સમાવેશ થશે આ કાર્ડમાં ખેડૂતની જમીન પશુઓ અને તેના દ્વારા વાવેલા પાકની તમામ માહિતી પણ નોંધવામાં આવશે આ કાર્ડના માધ્યમથી સરકારી યોજનાઓનો પણ લાભ સરળતાથી ઉઠાવી શકાય છે

ફાર્મર આઇડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા

આપ સૌને જણાવી દઈએ કૃષિ મંત્રાલય ખેડૂત ઓળખ માટે આ આઇડી કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે ઝડપ થી બનાવવા માટે વિશેષ શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને શિબીરોના માધ્યમથી કેન્દ્રએ રાજ્યોને શિબિર આધારિત પદ્ધતિએ અપનાવાના પ્રોસ્થાન કરવા માટેની જાહેરાત કરી છે સરકાર દ્વારા શિબિરનું આયોજન કરવા માટે રૂપિયા ૧૫ હજાર સુધીની ગ્રાન્ટ અને દરેક ખેડૂતને આઇટી કાર્ડ રૂપિયા 10 નું વધારાનું પ્રશ્ન આપવામાં આવશે આ અંગે તમે   કૃષિ કેન્દ્રમાં જઈને વધુ વિગતો મેળવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment