રાયડાના વાવેતર માટે આ મહિનો છે શ્રેષ્ઠ, આટલું કરવાથી ઉત્પાદનમાં થશે વધારો ગુજરાતમાં શિયાળામાં રાયડાની ખેતી કરવામાં આવે છે આ પાકને 18 થી 25 સેલ્સિયસ તાપમાન ની જરૂર પડે છે આવો જાણીએ આ આર્ટીકલ દ્વારા ખેતી સાથે જોડાયેલી મહત્વની તમામ બાબતો જાણીએ ગુજરાતમાં થતી રાયડા પાકની ખેતીને લઈને કૃષિ નિષ્ણાંતે વાવેતર અંગે ખેડૂતોને સલાહ આપી છે ઓક્ટોબર મહિનો રાયડાના વાવેતર માટે ઉત્તમ મહિનો ગણાય છે
રવિ પાકના વાવેતર ની શરૂઆત થઈ ગઈ છે જેમાં મુખ્યત્વે ઘઉં ચણા ધાણા તેમજ રાયડો કે રાયનું વાવેતર કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પણ રાયડાની ખેતી સારા એવા પ્રમાણમાં થવા લાગી છે રાયડાની ખેતી મુખ્યત્વે પંજાબ રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ હરિયાણા અને ગુજરાત રાજ્યમાં થાય છે
તો જમીનની વાત કરવામાં આવે તો રાયડા ને આમ તો તમામ પ્રકારની જમીન માફક આવે છે પરંતુ રેતાળ જમીન વધુ અનુકૂળ આવે છે સરસવ તરીકે ઓળખતો આ તેલીબીયા પાક ખેડૂતોને સારા ઉત્પાદનથી સારો એવો નફો આવે છે ત્યારે અહીં એવી પાંચ ટ્રીપ્સ છે જેનાથી આ પાકના ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને પણ વધુ લાભ થશે અને ફાયદો થશે rayda ni kheti gujarati
સરસવની ખેતી સંબંધીત શ્રેષ્ઠ ટિપ્સ
- રાયડા અંગે કૃષિ વૈજ્ઞાનિકો નો મત છે કે ખેડૂતોએ તાપમાનને ધ્યાનમાં રાખીને રાયડાની વાવણી કરવી જોઈએ રાયડા ની વાવણીમાં વધુ સમય વિલંબ કરવો નહીં
- જમીનનું પણ પરીક્ષણ કરો તેમજ સલ્ફરની ઉણપ હોય તો છેલ્લા ખેડાણ પર 20 kg હેક્ટર આપવું તથા ખાતરી કરો કે વાવણી પહેલા જમીનમાં યોગ્ય ભેજ છે
- ખેડૂતોએ પુસા વિજય 29 પુસા 30 પુસા 31 જાતોની વાવણી કરવી જોઈએ જેથી ઉત્પાદનમાં વધારો થાય સાથે સાથે વાવણી પહેલા ખેતરમાં ભેજનું સ્તર જાળવી રાખવું જોઈએ જેથી અંકુરણને ન થાય
- રોપતા પહેલા કેપ્ટાનેને 2.5 ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે માવજત કરવી જોઈએ તેમજ હરોળમાં વાવણી કરવાથી વધુ ફાયદો થાય છે
- ઓછી ફેલાતી જાતોમાં વાવેતર અંતર 30 સેમી રાખવું જો વધુ ફેલાવતી જાતો હોય તો 45 થી 50 સેમી ના અંતરે હરોળમાં વાવણી કરવી છોડથી છોડનું અંતર 12 થી 15 સેમી હોવું જોઈએ સારા ઉત્પાદન માટે વાવણી અંતર ખૂબ અગત્યનું છે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતોને ઘઉં અને સરસવની ખેતી કરી શકે છે આનાથી સારી ઉપજ અને સારી પાકની ગુણવત્તા મળે છે
ઘઉંની વાવણી કરતી વખતે સાવચેતી રાખવી
- ઘઉં એ રવિ સીઝનનો મુખ્ય પાક છે
- વાવણી વખતે ખેતરની જમીનમાં ભેજ હોવો જરૂરી છે
- વાવણી પહેલા ખેતરમાં ભેજ હોય ત્યારે જ હળવી ખેતી કરવી જોઈએ
- હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ઘઉંની વાવણી માટે ખાલી ખેતરો તૈયાર કરવા જોઈએ
- સાથે જ અદ્યતન બિયારણ અને ખાતરનો ઉપયોગ કરવો જોઈએ
ગુજરાત વિસ્તારની આબોહવામાં પાકની વાવણી ઓક્ટોબર માસની આઠમી તારીખથી 31 તારીખ સુધીમાં અને જ્યારે દિવસના ગરમીનું પ્રમાણ ઓછું હોય ત્યારે કરવાથી વધુમાં વધુ ઉત્પાદન રાયડાનું મેળવી શકાય છે આવું પ્રાંત આ સમયગાળા કરતાં વહેલી વાવણી કરવાથી ગરમીના કારણે છોડ બળી જવાથી હેક્ટર દીઠ જરૂરી છોડની સંખ્યા જાળવી શકાતી નથી જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે સમયગાળાથી મોળી વાવણી કરવાથી છોડમાં રોગ અને જીવાતો નું ઉપદ્રવ વધી જાય છે
આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવું અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો