અમદાવદ SP રિંગ રોડને 6 લેન બનાવાશે અને અહીં નવો અંડરપાસ બનશે.

auda budget 2025-26

અમદાવદ SP રિંગ રોડને 6 લેન બનાવાશે અને અહીં નવો અંડરપાસ બનશે. AUDAના આ બજેટમાં મુખ્યત્વે શહેરી વિકાસ અને ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ધ્યાન અપાયું છે. SP રિંગરોડને 6 લેન બનાવવાની યોજના ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને ગતિશીલ પરિવહન સુવિધા ઉભી કરવા માટે મહત્વપૂર્ણ છે.

અંડરપાસ અને ફૂટ ઓવરબ્રિજ માટેની ફાળવણીમાં જે પ્રાથમિકતા અપાઈ છે, તે શહેરમાં સલામત અવરજવરને સુનિશ્ચિત કરશે. સાથે જ ડ્રેનેજ સિસ્ટમ અને તળાવોના વિકાસ માટેની જોગવાઈ પણ શહેરી આબોહવાને વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ થશે. AUDA approves ₹2,231.23 crore budget for 2025-26 auda budget 2025-26

SP રીંગ રોડ અપગ્રેડેશન: auda budget 2025-26

  1. 6-લેન રીંગ રોડ બનાવાશે.
  2. બે પેકેજમાં કામ હાથ ધરવામાં આવશે.
  3. ₹300 કરોડની જોગવાઈ.
  4. આશિઅન ડેવલપમેન્ટ બેંક (ADB) દ્વારા ₹630.3 કરોડની લોન મળવાની શક્યતા.

નવી બ્રિજ અને અંડરપાસ:

  • ભાટ અને કમોડ બ્રિજની બંને બાજુએ 3-લેન બ્રિજ બનાવાશે.
  • 5 નવા અંડરપાસ:
  • ભાટ સર્કલ, ચિલોડા સર્કલ, અસલાલી સર્કલ, ત્રાગડ અને નિકોલ (ભકિત સર્કલ)
  • ફૂટ ઓવરબ્રિજ રીંગ રોડ પર સલામતી માટે બનાવાશે.

ડ્રેનેજ અને તળાવ વિકાસ:

ખોડીયાર, લીલાપુર, જાસપુર, મણિપુર અને સાણંદમાં ડ્રેનેજ નેટવર્ક અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ₹200 કરોડની જોગવાઈ.
શાંતિપુરા ચોકડી, સનાથલ તળાવ, નાંદોલી અને ગઢીયા તળાવ માટે બાયો રેમિડીયેશન કામ માટે ₹5 કરોડની ફાળવણી.
હયાત, ગઢીયા અને જેતલપુર તળાવના રી-ડેવલપમેન્ટ માટે ₹50 કરોડ ફાળવાયા.

વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણી:

  • રીંગ રોડ અપગ્રેડેશન – ₹57.75 કરોડ
  • એફોર્ડેબલ હાઉસિંગ – ₹33.76 કરોડ
  • જલજીવન મિશન – ₹17.85 કરોડ
  • તળાવ વિકાસ – ₹7.25 કરોડ

અન્ય મહત્વપૂર્ણ યોજનાઓ:

  1. સાણંદ, કલોલ અને અન્ય વિસ્તારોમાં નવી લાઇબ્રેરી બનાવાશે.
  2. AUDA ભવન માટે ₹10 કરોડ ફાળવાયા.
  3. 20 વર્ષ માટે શહેરી ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન (વિકાસ યોજના-2041) માટે ₹5 કરોડ ફાળવાશે.

મોટી આવકનો અંદાજ:

  • પ્લોટ વેચાણથી ₹900 કરોડ,
  • દુકાન વેચાણથી ₹5 કરોડ,
  • એફોર્ડેબલ હાઉસિંગ હપ્તા દ્વારા ₹3.90 કરોડ,
  • કુલ અંદાજીત આવક ₹908.90 કરોડ.

Join WhatsApp

Join Now

Leave a Comment