Vadodara News: હોળીના દિવસે મોડી રાત્રે કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા નજીક ચંદ્રાવલી ચાર રસ્તા પાસે ભયંકર અકસ્માત સર્જનાર 23 વર્ષના રક્ષિત રમેશભાઈ ચોરસીયા જેવો નિઝામપુરા વડોદરામાં રહે છે તેમના વિરોધ હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે મીડિયા રિપોર્ટ મુજબ માહિતી સામે આવી હતી કે તેમના વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય સાત લોકોને તેમણે હિસાબ પહોંચાડી હતી અને એક મહિલાનું તેમાં મોત નીપજ્યું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાતા ત્રણ જેટલા એએસઆઇની બદલી કરવામાં આવી છે જેમાં શૈલેન્દ્રસિંહ રાણાભાઇ તેરસિંગ માવજીભાઈ અને જીતેન્દ્રસિંહ બાબુભાઈની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે
મળતી વિગતો મુજબ કારેલીબાગના પીઆઇ વ્યાસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી રક્ષિત નો એક દિવસનો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે રિમાન્ડ મેળવ્યા બાદ આજે પોલીસે ફરી એકવાર રિમાન્ડની માંગ કરી હતી કારણ કે પોલીસને શંકા છે કે તે જે ભાષા અકસ્માત બાદ બોલી રહ્યો છે તેમાં પોલીસને શંકા છે અકસ્માત સર્જ્યા બાદ તેમણે ”અનધર રાઉન્ડ” અને ”નિકિતા” કરીને બૂમો પાડી હતી જેના કારણે હવે પોલીસને શંકાશે આવું શા માટે બોલે છે તે દિશામાં પણ તેઓ તપાસ કરશે તેના માટે વધુ તપાસ ચલાવી રિમાન્ડની માંગ કરી હતી સરકારી વકીલ પંચાલે રજૂઆત કરી હતી શનિવારે કોર્ટના મેજિસ્ટ્રેટ નીરજકુમાર યાદવ એ આરોપીના વધુ બે દિવસના રિમાન્ડ પણ મજૂર કર્યા છે