ગરીબ પરિવાર ઘરના સપના તૂટ્યા ડ્રોમાં ઘર ન લાગતાં પૈસા પરત ન મળવાની ફરિયાદ

Negligence of AMC Housing Estate Cell

ગરીબ પરિવાર ઘરના સપના તૂટ્યા ડ્રોમાં ઘર ન લાગતાં પૈસા પરત ન મળવાની ફરિયાદ અમદાવાદ: શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોતાનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો ફાળવવામાં આવે છે. પરંતુ આ યોજનામાં શિથિલતાના કેસો સામે આવી રહ્યા છે. જેમાં, ડ્રોમાં મકાન ફાળવવામાં ન આવતા અરજદારોને સિક્યુરિટી ડિપોઝિટ પેટે ભરેલા રૂપિયા તાત્કાલિક પરત મળતા નથી. Negligence of AMC Housing Estate Cell

ગોમતીપુર વિસ્તારની લાભાર્થી શેખ ઝાહેદાબાનું મોહંમદે PMAY યોજના અંતર્ગત 2021માં મકરબા વિસ્તારમાં મકાન માટે રૂ. 7550 ડિપોઝિટ કર્યા હતા. ડ્રોમાં મકાન ન લાગતાં આ રકમ પાછી આપવામાં ન આવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ પૈસા અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે.

કર્મચારીઓની બેદરકારીનો આક્ષેપ

AMCના હાઉસિંગ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પર બેદરકારીના આક્ષેપો થયા છે. અરજદારોનું કહેવું છે કે, 6-6 મહિના સુધી પૈસા પરત ન થતાં મકાન મેળવવાના પ્રયાસોમાં વિલંબ થાય છે.

AMCના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, “આવાસ યોજનાના મકાનોના ડ્રો બાદ મકાન ન લાગેલા અરજદારોના પૈસા સામાન્ય રીતે તાત્કાલિક પરત આપવામાં આવે છે. માત્ર તે જ કિસ્સાઓમાં સમસ્યા થાય છે જ્યાં ખોટા એકાઉન્ટ નંબર કે અન્ય તકનીકી ભૂલો હોય.”

માત્ર 4 દિવસ બાકી છે… આધાર કાર્ડ માં આ કામ કરવા માટે પછી પૈસા લાગશે ,ફટાફટ પતાવી દો કામ

કડક પગલાંની માગ

કોર્પોરેટર ઇકબાલ શેખે આ મુદ્દે AMC કમિશનર સમક્ષ માંગણી કરી છે કે, જે અરજદારોના પૈસા પરત મળ્યા નથી, તેમના કેસની તપાસ કરવામાં આવે. સાથે જ બેદરકારી દેખાડનારા કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય.

Join WhatsApp

Join Now

Leave a Comment