વધારે ઠંડીને કારણે 15 જાન્યુઆરી સુધી શાળાનો સમય મોડો કરવામાં આવશે:AMC અમદાવાદમાં ઠંડીના પ્રકોપને કારણે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા સંચાલિત શાળાઓના સમયમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જાણવા મળ્યું છે કે, આ નિર્ણય ખાસ કરીને વિદ્યાર્થીઓની આરોગ્યની સુરક્ષા અને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર માઠી અસર ન થાય તે માટે લેવામાં આવ્યો છે. School timings will be delayed in schools till January 15
451 શાળાઓ માટે નવી સમયસૂચિ
AMC દ્વારા સંચાલિત કુલ 451 શાળાઓમાં લગભગ 1,70,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાઓમાં સવારની પાળી માટે સમય 7:55થી 12:30 અને બપોરની પાળી માટે સમય 12:35થી 5:10 રાખવામાં આવ્યો છે.
વાલીઓની રજૂઆતને અનુસંધાને નિર્ણય
ત્યારે ઠંડીમાં વૃદ્ધિના પગલે વાલીઓએ શાળાના સમયે ફેરફાર કરવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને નવા સમયે શાળાના તમામ આયોજનમાં આવશ્યક સંતુલન જાળવવામાં આવ્યું છે.
માઉન્ટ આબુમાં ઠંડીનો બેવડો હુમલો: પારો માઈનસમાં, વાહનો પર થીજી ગયેલા બરફના થરો
વાર્ષિક શૈક્ષણિક કલાકોનું પાલન
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ નક્કી કરવામાં આવેલા વાર્ષિક શૈક્ષણિક કલાકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શાળાઓના નવા સમયને મંજૂરી આપવામાં આવી છે.
આ સમય પરિવર્તન 15 જાન્યુઆરી સુધી માન્ય રહેશે અને ત્યારબાદ સ્થિતિનું પુનઃમૂલ્યાંકન કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે.