ambalal patel : હવામાન નિષ્ણાત પટેલે કરી મહત્વની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ

ambalal patel:  છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે ધુમ્મસ જેવું સવારે વાતાવરણ જોવા મળતું હોય છે તો બપોર પછી તાપમાનમાં વધારો થતો હોય છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા દરમિયાન ગુજરાતના કેટલાક શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે

હવામાન નિષ્ણાત પટેલે ફરી એક વાર મહત્વની આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે માવઠું પડવાની આગાહી કરી હતી તેમણે જણાવ્યું હતું કે આગામી 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરવામાં આવી હતી અંબાલાલ પટેલે અગાઉ પણ આગાહી કરી ચૂક્યા છે 

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 27 થી લઈને 29 જાન્યુઆરી દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહી શકે છે કેટલાક ભાગોમાં માવઠાઓની શક્યતાઓ છે આ સાથે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આગામી દિવસોમાં વધુ ઠંડી અનુભવાય તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી 

વધુમાં જણાવી દઈએ  તો અંબાલાલ પટેલ એ પણ જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પેજને કારણે 21 જાન્યુઆરીથી લઈને 30 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે સાથે જ છાંટાઓ પડી શકે છે તો ક્યાંક વરસાદ પણ આવી શકે છે 24 જાન્યુઆરી પછી ઠંડીનું પ્રમાણ વધુ વધશે

Join WhatsApp

Join Now

Leave a Comment