Cyclone Fengal: વાવાઝોડા અંગે વધુ એક સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગ દ્વારા ચક્રવાત ને લઈને મહત્વની અપડેટ આપી છે તેમને જણાવ્યું છે કે શનિવારે સવારે તમિલનાડુ અને પોંડીચેરીના દરિયા કાંઠે વાવાઝોડું ત્રાટક છે આ ચક્રવાતના કારણે બે થી ત્રણ દિવસ સુધી તામિલનાડુના દરિયાકાંઠારાના વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે સાથે જ તેમને એ પણ જણાવ્યું હતું કે આ વાવાઝોડાની અસર કયા બીજા રાજ્યોમાં જોવા મળશે તે અંગે પણ ચર્ચા કરી હતી. ચાલો તમને ચક્રવાત ફેગલને લઈને મહત્વની માહિતી આપીએ
જાણો કેટલે દૂર છે ફેગલ ચક્રવાત
વધુમાં જે વિગતો અને માહિતી સામે આવી રહી છે તે મુજબ બગાડની ખાડી પર નીચા દબાણમાં ચક્રવાત ફેલાઈ ગયું છે પરંતુ 30 નવેમ્બરની સવારે તામિલનાડુ અને પોંડીચેરૂના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
આગામી દિવસોમાં એટલે કે બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયાના છેલ્લા છ કલાક દરમિયાન 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા એ પણ માહિતી આપવામાં આવી હતી કે શ્રીલંકાના ઉત્તર પર્વમાં 240 કિ.મી આ સિવાય ચેન્નાઈ થી 430 કિ.મી દક્ષિણ પૂર્વમાં સ્થિત હોવાના પણ સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા.
વધુમાં જણાવી દઈએ તો એનટીએફની ટીમ દ્વારા આફતને તેમજ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી રહી છે સરકારે માછીમારોને દરિયા ખેડવા ન જવાની પણ અપીલ કરવામાં આવી છે સાથે છે હવામાન વિભાગ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે ચક્રવાત ભયંકર વાવાઝોડામાં ફેલાઈ તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે પરંતુ પવનની ગતિ થોડી વધારે હશે કોઈ મોટું નુકસાન થવાની શક્યતાઓ નથી