મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદ પર આવેલા “બેલગાવી(બેલગામ)” જિલ્લાનો વિવાદ પાંચ દશક જૂનો છે. Is Belgaum part of Maharashtra or Karnataka
ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ મુજબ ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાજ્યોનું વિભાજન થયું હતું. સ્વતંત્ર | ભારતમાં દેશના લગભગ ત્રીજા ભાગ પર એટલે કે ૫૬૨ દેશી | રજવાડાઓનું નિયંત્રણ હતું. જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે, | આપણે ફક્ત બ્રિટીશ ભારત માટે નહી, પરંતુ સંપૂર્ણ ભારતની સ્વતંત્રતા માટે આ લડાઈ લડી રહ્યા છીએ તથા રાજાઓ અને રજવાડાઓમાં મારી કોઈ આસ્થા નથી. દેશી રજવાડાની વિલયની બાબતમાં વચગાળાની સરકારે કઠીન વલણ અપનાવ્યું. ૨૨ જૂન ૧૯૪૭ ના રોજ ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં રજવાડા મંત્રાલયની રચના કરવામાં આવી. ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ સુધીમાં કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદને છોડીને બાકીના દરેક રજવાડાઓએ વિલયપત્ર પર સહી કરી હતી.
દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ભાષા આધારિત રાજ્યોની રચનાની માંગણીઓ થતાં જૂન ૧૯૪૮માં બંધારણ સભા | દ્વારા ભાષાકીય પ્રદેશ આયોગનું ગઠન થયું. આ આયોગના અધ્યક્ષ | એસ.કે. ધર હોવાથી આ પંચનું નામ “ધર આયોગ” તરીકે | ઓળખાયું. આ કમિશને ભાષા આધારિત રાજ્યની માંગણીનો અસ્વીકાર કર્યો અને પ્રશાસનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખવાની || ભલામણ કરી હતી. પછી ધર કમિશનના ભલામણોની તપાસ માટે કોંગ્રેસ પક્ષે લોકોની વધતી જતી ભાષા આધારિત રાજ્યની માંગના | કારણે જયપુર અધિવેશનમાં ડિસેમ્બર ૧૯૪૮માં એક સમિતિની | રચના કરવામાં આવી. જે J.W.P. નામે ઓળખાઈ. આ.J.W.P. | સમિતિના સભ્યો ત-જવાહરલાલ નહેરુ, ફ-વલ્લભભાઈ પટેલ, | P-પટ્ટાભી સિતારમૈયા સમિતિએ ૧૯૪૯માં પોતાનો અહેવાલ | રજૂ કર્યો. આ સમિતિએ પણ ભાષા આધારિત રાજ્યનો અસ્વીકાર | કર્યો. પરંતુ આ સમિતિએ તેમના રિપોર્ટમાં જણાવ્યું કે, જો ! ભાષાવાર રાજ્યની માંગ તીવ્ર હોય તથા દરેક સમુદાય આ માટે | સહમત બને તો ભારતના હિતને ધ્યાનમાં રાખીને નવા રાજ્યોની | રચના બાબતે સ્વીકાર થવો જોઈએ.
વર્ષ ૧૯૪૯ના મૂળ બંધારણમાં ભારતના સંપૂર્ણ | કર્ણાટક હેઠળ રહેવાની ભલામણ કરી હતી. ૧૯૬૭માં સમિતિએ । રાજ્યક્ષેત્રને ભાગ-ક, ભાગ-ખ, ભાગ-ગ, ભાગ-ઘ એમ ચાર પ્રકારના રાજ્યક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. “ક” વર્ગના પ્રાંતો કે જ્યાં બ્રિટીશ ગવર્નરો દ્વારા શાસન થતુ હતું એવાં ૯ રાજ્યો હતા, “ખ” વર્ગમાં ૨૭૫ દેશી રજવાડા દ્વારા નવ નિર્મિત એવા ૯ રાજ્યો હતા, “ગ” વર્ગમાં બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ ના મુખ્ય કમિશનર દ્વારા શાસિત ૬૧ દેશી રજવાડા માંથી એવા ૧૦ રાજ્યો હતા. “ઘ” વર્ગમાં માત્ર મંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થતું .
વર્ગ “ક” માં મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષા બોલતા લોકો દ્વારા ભાષા આધારિત અલગ રાજ્યની માંગણી શરૂ થઈ. વર્ષ ૧૯૫૨ માં અલગ રાજ્યની માંગ સાથે સ્વતંત્ર સેનાની પોટ્ટી શ્રીરામૂલુએ ભૂખ હડતાલ કરી અને ૫૬ દિવસના ઉપવાસ પછી |
પોટ્ટી શ્રીરામૂલનું મૃત્યુ થયું. આ ઘટનાથી અલગ આંધ્રપ્રદેશ રાજ્ય | માટેની ચળવળ પર ઉંડી અસર થઈ. પછી ૧ ઓકટોબર ૧૯૫૩ ના રોજ મદ્રાસમાંથી તેલુગુ ભાષા બોલતા લોકોના વિસ્તારને અલગ કરી આંધપ્રદેશ રાજ્ય બનાવવામાં આવ્યું. આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય હતું, જેની સ્થાપના ભાષા આધારે થઈ હતી
રાજ્યોનું પુનર્ગઠનમાં ફઝલ અલીની ભલામણના આધાર પર ૭માં બંધારણીય સુધારો ૧૯૫૬ દ્વારા ૧ નવેમ્બર ૧૯૫૬ ના રોજ ૧૪ રાજ્યો અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશોનું ગઠન કરવામાં આવ્યું. આઝાદી પછી દેશી રજવાડાઓને ભારતસંઘ સાથે જોડાવા માટે સરકાર દ્વારા એક સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં. તે સહમતિ પત્રને ‘ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ એકસેશન’ કહેવાય છે. વર્તમાન ભારતમાં કુલ ૨૮ રાજ્ય ૮ કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં છે.
દેશમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે બેલગામ, ખાનપુર, નિપ્પાની, નંદગઢ અને કારવાર (ઉત્તર કન્નડ જિલ્લો) ની સીમાઓ અંગેનો વિવાદ ઘણો જૂનો છે. ૧૯૫૬ના સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ મુજબ જ્યારે રાજ્યની સીમાઓ ભાષાકીય આધાર પર નિર્ધારિત કરવામાં આવી હતી, ત્યારે બેલગાવી અગાઉના મૈસૂર(વર્તનના કર્ણાટક) રાજ્યનો ભાગ બન્યો હતો. આ અધિનિયમ વર્ષ ૧૯૫૩માં નિયુક્ત જસ્ટિસ ફઝલ અલી કમિશનના તારણો પર આધારિત હતો અને તેણે બે વર્ષ પછી તેનો અહેવાલ સુપરત કર્યો હતો. મહારાષ્ટ્ર દાવો કરે છે કે બેલગાવીના ભાગોમાં જ્યાં પણ મરાઠી ભાષા ફેલાયેલી હોય એ વિસ્તાર મહારાષ્ટ્ર હેઠળ રહેવો જોઈએ. ઓક્ટોબર ૧૯૬૬ માં કેન્દ્રએ મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં સરહદ વિવાદના ઉકેલ માટે ભારતના ભૂતપૂર્વ | મુખ્ય ન્યાયાધીશ મેહરચંદ મહાજનના નેતૃત્વ હેઠળ મહાજન કમિશનની સ્થાપના કરી. આ કમિશને બેલગામ અને ૨૪૭ ગામો
ભલામણ કરી હતી કે કર્ણાટકના કારવાર, હલિયાલ અને સુપરણા | તાલુકાના કેટલાક ગામો મહારાષ્ટ્રને આપવામાં આવે પરંતુ બેલાગવીને દક્ષિણ રાજ્ય સાથે છોડી દેવામાં આવે, બીજું કમિશનને કહું છે કે, “સમગ્ર મામલાનું યોગ્યતાના આધારે ઉદ્દેશ્યપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી, હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે હું બેલગાવી (તે સમયે બેલગામનું નામ) ને મહારાષ્ટ્ર રાજ્ય સાથે વિલય કરવાની ભલામણ કરી શકતો નથી.” કમિશને નિપ્પાની, ખાનપુર અને નંદગઢ સહિત ૨૬૨ ગામો મહારાષ્ટ્રને આપ્યા. જોકે, મહારાષ્ટ્ર બેલગામ સહિત ૮૧૪ ગામોની માંગ કરી રહ્યું હતું. આખરે મહારાષ્ટ્રે આ અહેવાલને નકારી કાઢ્યો અને વર્ષ ૨૦૦૪માં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો.વર્ષ ૨૦૦૬ માં સર્વોચ્ચ અદાલતે નક્કી કર્યું હતું કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ અને ભાષાકીય માપદંડોને ધ્યાનમાં । લેવા જોઈએ નહીં, કારણ કે આ વધુ વ્યવહારુ સમસ્યાઓ ઊભી કરી શકે છે.
કોંગ્રેસનું ૩૯મું અખિલ ભારતીય અધિવેશન ડિસેમ્બર ૧૯૨૪ના છેલ્લા અઠવાડિયામાં મહાત્મા ગાંધીજીની અધ્યક્ષતામાં આ જ બેલગાવ શહેરની બહાર ગોવા રોડ પરના એક મેદાનમાં ત્રણ દિવસ માટે યોજાયું હતું. આ રોડને હવે કોંગ્રેસ રોડ કહેવામાં આવે છે, અને સ્થળ વીરા સૌધા છે.
હવે મહારાષ્ટ્રની સ્થિતિનો દાવાનોઃ
તેની સીમાને ફરીથી ગોઠવવા માટે મહારાષ્ટ્રનો દાવો સંલગ્નતા, સંબંધિત ભાષાકીય બહુમતી અને લોકોની ઈચ્છાઓ પર આધારિત હતો. બેલગાવી અને આસપાસના વિસ્તારોમાં મરાઠી બોલતા લોકો અને ભાષાકીય એકરૂપતાના આધારે દાવા માટેનું મુખ્ય કારણ કોંકણીનો ઉપયોગ છે, જે કારવાર અને સુપા પ્રદેશમાં મરાઠીની બોલી તરીકે ટાંકવામાં આવે છે. તેનો તર્ક એ વિચાર પર કેન્દ્રિત હતો કે ગણતરી સમુદાયો પર આધારિત હોવી જોઈએ, અને તે દરેક ગામમાં ભાષાકીય રહેવાસીઓની સંખ્યા/વસ્તી સૂચિબદ્ધ કરે છે. મહારાષ્ટ્રે એ ઐતિહાસિક હકીકત તરફ પણ ધ્યાન દોર્યું કે આ મરાઠી બોલતા વિસ્તારોના રેવન્યુ રેકોર્ડ પણ મરાઠીમાં ७.
હવે કર્ણાટકની સ્થિતિનો દાવોઃ
કર્ણાટકએ દલીલ કરી છે કે રાજ્યોના પુનર્ગઠન અધિનિયમ મુજબ સીમાઓ પરનો કરાર અંતિમ છે. રાજ્યની સીમાઓ કામચલાઉ કે લવચીક ન હતી. રાજ્યની દલીલ છે કે આ મુદ્દો સરહદી મુદ્દાઓને ફરીથી ખોલશે જે કાયદા હેઠળ વિચારવામાં આવતા નથી, તેથી આવી માંગને મંજૂરી આપવી જોઈએ નહીં. હવે આ બંને રાજ્યો મામલે ન્યાયિક નિવારણ શું હોઈ શકે?
(૧) સુપ્રીમ કોર્ટ તેના મૂળ અધિકારક્ષેત્ર હેઠળના રાજ્યો વચ્ચેના વિવાદોનો નિર્ણય કરે છે. (૨) બંધારણના અનુચ્છેદ ૧૩૧ મુજબ ભારત સરકાર અને રાજ્ય વચ્ચે અથવા બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેના કોઈપણ પ્રકારના વિવાદને ઉકેલવા માટે સર્વોચ્ચ અદાલત પાસે મૂળ અધિકારક્ષેત્ર છે. (૩) બંધારણની કલમ ૨૬૩ રાષ્ટ્રપતિને રાજ્યો વચ્ચેના વિવાદોના ઉકેલ માટે આંતર-રાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે.
રાજ્યો વચ્ચેના સરહદ વિવાદોને વાસ્તવિક સરહદ સ્થાનોની સેટેલાઈટ મેપિંગનો ઉપયોગ કરીને ઉકેલી શકાય છે. આંતર-રાજ્ય પરિષદને પુનઃજીવિત કરવું એ આંતર-રાજ્ય વિવાદના નિરાકરણ માટે એક વિકલ્પ હોઈ શકે છે. બંધારણના અનુચ્છેદ ૨૬૩ હેઠળ આંતર-રાજ્ય પરિષદ વિવાદોની તપાસ કરે અને સલાહ આપે, તમામ રાજ્યોમાં સામાન્ય બાબતોની ચર્ચા કરે અને બહેતર નીતિ સંકલન માટે ભલામણો કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. એ જ રીતે સામાજિક અને આર્થિક આયોજન, સરહદ વિવાદો, આંતર-રાજ્ય પરિવહન વગેરેને લગતા મુદ્દાઓ પર દરેક પ્રદેશમાં રાજ્યોની સામાન્ય ચિંતાની બાબતોની ચર્ચા કરવા માટે પ્રાદેશિક પરિષદોને પુનઃજીવિત કરવાની જરૂર છે. ભારત વિવિધતામાં એકતાનું પ્રતિક છે. જો કે, આ એકતાને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ સહકારી સંઘવાદના સિદ્ધાંતોને આત્મસાત કરવાની જરૂર છે.