વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દક્ષિણ અમેરિકાના ગુયાના પહોંચ્યા. છેલ્લા 56 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન અહીંયાની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યોર્જટાઉન પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિ ઈરફાને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે વડાપ્રધાન મોદીનું ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. Modi becomes first Indian PM to visit Guyana in 56 years
ભારતીયોની સંખ્યા વધી રહી છે
ગયાનામાં ભારતીય રાજદૂત અમિત એસ તેલંગે વડાપ્રધાનની મુલાકાત અંગે કહ્યું કે, વડાપ્રધાનની મુલાકાત ગયાના અને ભારત બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન છેલ્લા 5 દાયકા અને 56 વર્ષમાં અહીં મુલાકાત માટે આવ્યા છે. બંને દેશો વચ્ચે સારા સંબંધો વર્ષો જૂના છે. તે ઐતિહાસિક રીતે પણ ખૂબ જ મજબૂત છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની ગયાનાની મુલાકાત બંને દેશો વચ્ચે વર્ષોથી અસ્તિત્વમાં રહેલી ગાઢ મિત્રતાને બતાવવા માટે પૂરતી છે.
પીએમ કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે
વડાપ્રધાન મોદી ગુયાનાની બે દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે CARICOM લીડર્સ-સેસ CARICOM-ઇન્ડિયા સમિટમાં ભાગ લેશે. આ બેઠકમાં તેમની સાથે ગ્રેનાડાના વડાપ્રધાન ડિકોન મિશેલ પણ હાજર રહેશે. આ સમિટનો ઉદ્દેશ્ય દેશમાં ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ખાદ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે.