પીએમ મોદી ડોમિનિકાના સર્વોચ્ચ એવોર્ડ ઓફ ઓનર મળ્યું માળ્યું; કોરોનામાં મદદ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશમાં તેમના નેતૃત્વ અને કૂટનૈતિક સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો માટે વારંવાર પ્રશંસા પામતા રહે છે. તાજેતરમાં, ડોમિનિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર“થી તેમને સન્માનિત કરવામાં આવ્યા, જે ભારત અને ડોમિનિકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોની મજબૂત દ્રષ્ટિ છે. PM Modi Receives Dominica’s Highest Honour
વડાપ્રધાન મોદીએ ડોમિનિકાને કોવિડ-19 મહામારી દરમિયાન અશક્ત દેશો માટે વેક્સિન મેઇત્રી કાર્યક્રમ હેઠળ મદદરૂપ થવા માટે એસ્ટ્રાઝેનેકા રસીના 70,000 ડોઝ ભેટ આપ્યા હતા. આ ઉદારતાને માન્યતા આપતાં ડોમિનિકાએ આ મહત્વનું સન્માન આપ્યું.
અદાણી પર 2 હજાર કરોડ લાંચ અને છેતરપિંડીનો આરોપ, ધરપકડ વોરંટ જારી, યુએસ કોર્ટમાં થઈ સુનાવણી
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ સન્માન માત્ર તેમનું નથી, પરંતુ તે ભારતના 140 કરોડ લોકોના મૂલ્યો અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ભારત અને ડોમિનિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો અને બંને દેશોને લોકશાહી અને મહિલા સશક્તિકરણના ઉદાહરણ તરીકે શલાગ્યાં.
આ ઘટનાને લીધે બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે અને આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રે સહયોગની નવી શક્યતાઓ ઊભી થશે.