Delhi Earthquake | દિલ્હીમાં વહેલી સવારે જોરદાર ભૂકંપના આંચકા, લોકોમાં ડરનો માહોલ

Delhi Earthquake | આજે વહેલી સવારે દિલ્હીમાં જોરદાર ભૂકંપના આંચકા આવ્યા હતા લોકોમાં પણ ડરનું માહોલ જોવા મળ્યો છે પૃથ્વી ઘણી સેકંડ સુધી ધ્રુજી હતી અને લોકો પણ ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ પહેલા પણ દિલ્હીમાં ભૂકંપના આજકા અનુભવાયા હતા પરંતુ આ વખતે ગયા વખત કરતા વધુ ધરા ધ્રુજી હતી ભૂકંપની તીવ્રતા સ્કિટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી અને કેન્દ્રબિંદુની વાત કરીએ તો પૃથ્વી થી પાંચ કિલોમીટર નીચે હતું એટલે કે દિલ્હી નજીક એટલા માટે જોરદાર ભૂકંપના આંચકો અનુભવાયો હતો

દિલ્હીમાં કેટલા વાગે અનુભવાયો ભૂકંપનો આંચકો

 દિલ્હીની વાત કરીએ તો થોડીક સેકન્ડ સુધી દિલ્હીમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેમાં ઇમારતોની અંદર તીવ્ર ધ્રુજારી અનુભવાય હતી આજે વહેલી સવારે 5:00 વાગ્યાની 36 મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી લોકોમાં ડરનો માહોલ હતો લોકો ઊંઘમાં હતા અને તુરંત ધ્રુજારી અનુભવાતા ઘરની બહાર દોડી આવ્યા હતા

વધુમાં એક અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તેની નજીક એક તળાવ પણ છે આ પ્રદેશમાં દર બે થી ત્રણ વર્ષે એકવાર નાના અને મોટી તીવ્રતાનો ભૂકંપ આવે છે તેમણે કહ્યું કે 2015માં અહીં 3.3 ની તીવ્રતા નો ભૂકંપ પણ અનુભવાયો હતો ત્યારબાદ આજે પણ સારી એવી  તીવ્રતાનું અનુભવ કરાયો હતો

 

Join WhatsApp

Join Now

Leave a Comment