US Fed Gold Price:અમેરિકાના 1 નિર્ણયથી સસ્તુ થયું સોનું, જાણો હવે કિંમત યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાને પગલે વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. COMEX પર સોનાની કિંમત 0.44% ઘટીને $2,587.20 પ્રતિ ઔંસ થઈ છે. જ્યારે ભારતીય બજારમાં MCX પર 4 ઓક્ટોબર, 2024ના ડિલિવરી માટેનું સોનું 0.32% ઘટીને ₹72,820 પ્રતિ 10 ગ્રામ થયું છે.
સોનાના ઘટાડા સાથે, ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. COMEX પર ચાંદીની કિંમત 0.12% વધી છે અને $30.725 પ્રતિ ઔંસ થઈ છે. MCX પર ચાંદી 0.06% વધીને ₹88,349 પ્રતિ કિલો થઈ છે.
આ કારણોસર સોનાના ભાવમાં ઘટાડો
- ડોલર નબળો પડવો: વ્યાજદરમાં ઘટાડાને કારણે ડોલરનો મૂલ્ય ઘટે છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડે છે.
- ભારતમાં સસ્તું સોનું: ડોલરની નબળાઈને કારણે ભારતીય રૂપિયા જેવી મુદ્રા ધરાવતા લોકો માટે સોનું ખરીદવા સસ્તું થઈ જાય છે, જેને કારણે સોનાની માંગ વધી શકે છે.