ડોનાલ્ડ ટ્રમ્પે 4 ભારતીય કંપનીઓને પણ લાગ્યો ઝાટકો

America imposed ban on 4 Indian companies

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે જોડાયેલી 16 કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા, 4 ભારતીય કંપનીઓને પણ લાગ્યો ઝાટકો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પેટ્રોલિયમ વ્યવસાય સાથે સંબંધિત 16 કંપનીઓ પર પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે. જોકે, ટ્રમ્પના આ નિર્ણયથી માત્ર ઈરાની કંપનીઓ જ નહીં પરંતુ ભારતીય કંપનીઓ પણ પ્રભાવિત થઈ છે. US slaps sanctions on 4 Indian firms for aiding

૧૬ કંપનીઓ પર પ્રતિબંધ 

અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા સમયથી તણાવની સ્થિતિ છે. રાષ્ટ્રપતિ કોઈ પણ હોય, અમેરિકાની ઈરાન પ્રત્યે હંમેશા આક્રમક નીતિ રહી છે. ટ્રમ્પ પણ ઈરાન વિરોધી છે અને તેથી જ અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને ઝટકો આપવા માટે મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે 16 કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

અમેરિકા ઈરાનની અર્થવ્યવસ્થાને વધુ નબળી બનાવવા માંગે છે. તેલ ઉત્પાદનની દ્રષ્ટિએ ઈરાન વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ છે. ઈરાનના અર્થતંત્રમાં તેલ ઉત્પાદન અને તેનો પુરવઠો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને, અમેરિકા ઈરાનનો તેલ પુરવઠો ઘટાડીને તેને નબળો પાડવા માંગે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે માહિતી આપી હતી કે આ કંપનીઓ દ્વારા ઈરાન એશિયામાં પોતાનું તેલ વેચે છે, જેના માટે ગેરકાયદેસર શિપિંગ નેટવર્કનો ઉપયોગ થાય છે. ટ્રમ્પ આ ગેરકાયદેસર શિપિંગ નેટવર્કને તોડી નાખવા માંગે છે.

પાકિસ્તાનને પછાડ્યા બાદ ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું,પાકિસ્તાની હાલત થઈ ખરાબ

ભારતની 4 કંપનીઓ પર પ્રતિબંધ America imposed ban on 4 Indian companies

ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની 4 કંપનીઓને પણ આંચકો લાગશે. ચાર ભારતીય કંપનીઓ જેમ કે BSM મરીન LLP, ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, ફ્લક્સ મેરીટાઇમ LLP અને કોસ્મોસ લાઇન્સ ઇન્ક પણ ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં સામેલ છે. ભારત અને ઈરાન વચ્ચે મજબૂત સંબંધો છે અને બંને દેશો વચ્ચે સારી વ્યાપારિક ભાગીદારીને કારણે, આ 4 ભારતીય કંપનીઓ ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો સાથે સંકળાયેલી છે, પરંતુ હવે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની અસર આ ભારતીય કંપનીઓ પર પણ પડશે. જોકે, આ બાબતે ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Join WhatsApp

Join Now

Leave a Comment