શું તમે પણ કોઈ હોટલમાં તમારું આધાર કાર્ડ આપ્યું છે? આ ભૂલ ફરી ક્યારેય ના કરતા , તરત જ આ કામ કરો

શું તમે પણ કોઈ હોટલમાં તમારું આધાર કાર્ડ આપ્યું છે? આ ભૂલ ફરી ક્યારેય ના કરો, આ પહેલું કામ કરો OYO હોટેલ અથવા અન્ય કોઈ હોટલમાં બુકિંગ દરમિયાન ઘણીવાર આધાર કાર્ડ પૂછવામાં આવે છે. મોટાભાગના લોકો તેમના અસલ આધાર કાર્ડ સબમિટ કરે છે. જો તમે પણ આવું કરો છો તો આ ભૂલ તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. બુકિંગ અથવા ચેક આઉટ દરમિયાન તમારે માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ Use masked aadhaar card booking oyo hotels

જ્યારે પણ OYO હોટેલ અથવા અન્ય કોઈપણ હોટલમાં રહેવા માટે રૂમ બુક કરવામાં આવે છે,ત્યારે હોટલવાળા લોકો તમને ચેક કરવા માટે આધાર કાર્ડ ની પૂછપરછ કરે છે અને 99% લોકો આધાર કાર્ડની ઝેરોક્ષ આપી દે છે તેમણે એ ખબર નથી હોતી કે તેમના આધાર કાર્ડ થી કેટલું ફ્રોડ લોકો કરે છે કોઈપણ વ્યક્તિના બધા ડેટા ડોક્યુમેન્ટ હોય છે તે આધાર કાર્ડ થી લીંક હોય છે અને તમારું બેન્ક એકાઉન્ટ પણ આધાર કાર્ડ થી લીંક હોય છે

માસ્ક કરેલ આધાર કાર્ડ શું છે:

માસ્ક કરેલ આધાર કાર્ડ એટલે કે એવો આધારકાર્ડ કે આધાર કાર્ડ નો એક વર્ઝન છે જ્યારે તમે તેને બનાવો છો ત્યારે આધાર કાર્ડના પહેલા આઠ નંબર બ્લર કરી દેવામાં આવે છે એટલે કે તમને ખાલી ચાર જ અંકો દેખાય છે બીજા નંબર છુપાવી દેવામાં આવે છે એટલે તમારો આધાર કાર્ડ સુરક્ષિત રહે છે તો માસ્ક આધારકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું જેનું નીચે લિંક આપેલ છે

માસ્ક આધાર કાર્ડ ઉપયોગ જાણો 

માસ્ક આધાર કાર્ડ નો ઉપયોગ તમે મુસાફરી દરમિયાન કરી શકો છો અને કોઈ પણ હોટલમાં તમે બુક કરાવો કે ચેક કરતી વખતે વેરિફિકેશનમાં તમે માર્ક આધારકાર્ડ નો ઉપયોગ કરી શકો છો અને તમે ક્યાંય ફરવા ગયા હોને એરપોર્ટ પર ચેક અપ કરે તો તમે માસ્ક આધારકાર્ડનો સહારો લઈ શકો છો ત્યાં પણ વેલીડ ગણવામાં આવે છે

માસ્ક કરેલ આધાર કાર્ડ કેવી રીતે બનાવવું?

  1.  માસ્ક કરેલ આધાર કાર્ડ માટે, પ્રથમ UIDAI વેબસાઇટ https://uidai.gov.in/ ની મુલાકાત લો .
  2. હવે તમારે વેબસાઈટ પર ‘My Aadhaar’ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  3. હવે તમારે આધાર નંબર ભરીને કેપ્ચા ભરવાનો રહેશે. હવે તમારા નંબર પર OTP મોકલવામાં આવશે.
  4. તમારે OTP ભરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
  5. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમને ડાઉનલોડ વિકલ્પ મળશે. તમારે તેના પર ક્લિક કરવું જોઈએ.
  6. હવે તમને એક ચેકબોક્સ મળશે, જેમાં તમને પૂછવામાં આવશે કે શું તમારે માસ્ક કરેલ આધાર કાર્ડ જોઈએ છે? આના પર ક્લિક કરો.
  7. હવે તમારું માસ્ક કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ થશે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો