મેથી ના થેપલા બનાવાની રીત એકદમ રૂ જેવા પોચાં અને સ્વાદિષ્ટ

શિયાળાની આવી ઠંડીમાં સવારના નાસ્તામાં ગરમાગરમ ચા સાથે ગરમાગરમ મેથીના થેપલા મળી જાય તો કેવી મજા આવેતો આજે આપણે બનાવીશું મેથીના થેપલા methi na thepla recipe

મેથી ના થેપલા બનાવા ની સામગ્રી methi na thepla recipe

  • બે વાટકી ધઉં નો લોટ
  • લીલી મેથી
  • એક ચમચી હિંગ
  • એક ચમચી મીઠું
  • એક ચમચી હળદર
  • એક ચમચી કાશ્મીરી લાલ મરચા
  • એક ચમચી આદુ ,લસણ ,મરચા ની પેસ્ટ
  • એક ચમચી વરિયાળી
  • એક ચમચી જીરું
  • એક ચમચી અજમો
  • એક ચમચી તેલ
  • એક વાટકી દહીં

થેપલા બનાવાની સરળ રીત : methi na thepla recipe

મેથીને સારી રીતે ધોઈને બારીક સમારી લો થેપલા બનાવવા માટે બે વાટકી ઘઉંનો લોટ લેશું એક ચમચી મીઠું એક ચમચી હળદર એક ચમચી લાલ કશ્મીરી મરચું એક ચમચી આદુ લસણની પેસ્ટ એક ચમચી જીરૂ એક ચમચી વરિયાળી એક ચમચી અજમો ત્યારબાદ એક વાટકી ઝીણી સમારી લીલી મેથી લેશું અને આ બધું લોટમાં નાખી અને સારી રીતે મસળી લેશું ત્યારબાદ એક ગ્લાસ પાણી વડે સોફ્ટ લોટ બાંધી દેશો અને હવે આમાંથી નાની નાની લોહી લઈને અને પાતળી વણી લેશું અને હવે ગેસ ઉપર એક તવી ગરમ કરીશું મીડીયમ ફ્લેમ પર તવી ગરમ થયા બાદ તેમાં આપણે બે ચમચી તેલ નાખીશું અને હવે વણેલા મેથીના થેપલા તાવી પર સારી ડિફ્રાય  કરી લેશો અને હવે થેપલાને બંને બાજુથી સારી રીતે શેકાવા દઈશું અને હવે આપણા મેથીના થેપલા તૈયાર છે

તો હવે આપણે આ મેચના થેપલા ને ગરમા ગરમ ચા સાથે એન્જોય કરી શકો છો આ રેસિપી તમને સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારી આગળની રેસીપી શું છે તે મને કોમેન્ટમાં જણાવો તો હું બનાવવાનો ચોક્કસ પ્રયાસ કરીશ

સર્વ કરવાની રીત:

ગરમાગરમ મેથીના થેપલાને ચા ,ઘી, માખણ અથવા ચટણી સાથે સર્વ કરો.

ટિપ્સ:

  • વધુ નરમ થેપલા માટે દહીંની માત્રા વધારી શકાય છે.
  • સ્વાદ માટે લસણ, આદુ અથવા તલ પણ ઉમેરી શકાય છે.
  • બચેલા થેપલાને એરટાઇટ કન્ટેનરમાં રાખીને 3 દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે.

આ રેસીપીની મદદથી તમે ઘરે જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીના થેપલા બનાવી શકો છો.

Join WhatsApp

Join Now

Leave a Comment