SA vs PAK: પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ચોથી ઇનિંગ્સમાં 8 વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત WTC ફાઇનલમાં જગ્યા બનાવી છે. South Africa book WTC Final
દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે
આ મેચ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાએ WTC પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ 11 મેચ રમી છે. આ દરમિયાન તેણે 7 મેચ જીતી છે. આ સાથે જ તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાનું PCT 66.67 છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 15માંથી 9 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા ટીમનો PCT 58.89 છે.
ટીમ ઈન્ડિયા હાલમાં 55.88 PCT સાથે ત્રીજા સ્થાને છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે હવે ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે. હવે ભારતે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
મફતમાં આધાર કાર્ડ ઘરે બેઠા અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ફટાફટ વાંચો
મેચની સ્થિતિ જાણો
જો ટેસ્ટ મેચની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 211 રને સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 301 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં પાકિસ્તાનના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને આખી ટીમ માત્ર 237 રનમાં આઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ હતો જે તેણે 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પ્રથમ દાવમાં 89 અને બીજી ઈનિંગમાં 37 રન બનાવનાર એઈડન માર્કરામને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.