Gujarat Ration Card new Rule: હવે રેશન દુકાનદાર ની મનમાની ચાલે, સરકારે લીધો મોટો નિર્ણય

Gujarat Ration Card new Rule

Gujarat Ration Card new Rule: ગુજરાત રાજ્યમાં 72 લાખથી વધુ નાગરિકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ સસ્તા અનાજનો લાભ લે છે. જોકે, ઘણીવાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોમાં અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને કૌભાંડોની ઘટનાઓ સામે આવતી હતી. આવી ઘટનાઓને રોકવા અને રાશન વ્યવસ્થાને વધુ પારદર્શી બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.

સરકારના આ નિર્ણય મુજબ હવે માત્ર લાયસન્સ ધરાવતા દુકાનદારો જ સસ્તા અનાજની દુકાન ચલાવી શકશે. જે દુકાનદારો પાસે લાયસન્સ નથી તેમની દુકાનો સીલ કરવામાં આવશે. આ નિર્ણયથી સસ્તા અનાજના વિતરણમાં કૌભાંડ નહિ થાય અને ગ્રાહકોને નિયમિત અને પૂરતું અનાજ મળશે.

રાશન દુકાનદારો ઈચ્છા મુજબ હવે દુકાન બંધ નહિ રાખી શકે

રાજ્ય સરકારે સસ્તા અનાજની દુકાનોના સંચાલનમાં મહત્વનો ફેરફાર કર્યો છે. આ નવા નિયમોના કારણે દુકાનદારો પર વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સરકાર જોડે વારંવાર દુકાનો બંધ રહેશે એવી ફરિયાદો આવતી હતી તેના માટે નવો નિયમ સરકાર દ્વારા લાદવામાં આવ્યો છે.

ઘણી વાર ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનદારો ગ્રાહકોને અનુકૂળ ન હોય તેવા સમયે દુકાન ખોલતા હતા અથવા અચાનક દુકાન બંધ કરી દેતા હતા. આવી સ્થિતિમાં ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડતી હતી.

સરકારના નવા નિયમો મુજબ હવે દુકાનદારોએ નિયમિત રીતે દુકાન ખોલી રાખવી પડશે. દરેક દુકાનદારની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા ચકાસવામાં આવશે. આ માટે સરકાર દ્વારા દરેક દુકાનમાં બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવશે.

આ નવા નિયમોના કારણે દુકાનદારોને રજા લેવી મુશ્કેલ બનશે. હવે દુકાન બંધ રાખવા માટે દુકાનદારોએ મામલતદાર પાસેથી અગાઉથી પરવાનગી લેવી ફરજિયાત બનશે..

આ પણ વાંચો 

સરકારે બનાયા રેશન દુકાનદાર માટે નિયમ

રાજ્ય સરકારને સસ્તા અનાજની દુકાનો સંબંધિત ઘણી ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોમાં મુખ્યત્વે દુકાનો બંધ રહેવી, અનિયમિત અનાજનું વિતરણ અને ગેરરીતિઓ જેવા મુદ્દાઓ સામે આવ્યા હતા.

રાજ્યમાં 72 લાખ રાશનકાર્ડ ધારકો છે અને આટલી મોટી સંખ્યામાં લોકો માટે સુલભ અને નિયમિત ખાદ્ય પુરવઠો ખૂબ જ મહત્વનો છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારે કડક નિર્ણય લીધો છે.

  • ફક્ત લાયસન્સ ધરાવતી વ્યક્તિ જ સસ્તા અનાજની દુકાન ચલાવી શકશે.
  • દુકાનદારો દુકાન અન્ય કોઈને ભાડે આપી શકશે નહીં.
  • દુકાનદારો દુકાન બંધ રાખી શકશે નહીં. જો કોઈ કારણસર દુકાન બંધ રાખવી જરૂરી હોય તો તેમણે પહેલા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે અને પોતાની ગેરહાજરીમાં અન્ય વિશ્વસનીય વ્યક્તિને દુકાનની જવાબદારી સોંપવી પડશે.

Join WhatsApp

Join Now

Leave a Comment