પીએમ સ્વામિત્વ યોજના શું છે? પીએમએ 65 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું, ખેડૂતોને સરળતાથી લોન મળી શકશે

પીએમ સ્વામિત્વ યોજના

svamitva scheme property card 2025:પીએમ સ્વામિત્વ યોજના શું છે? પીએમએ 65 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું, આ યોજના ના ફાયદા જાણો સરળ રીતે પીએમ સ્વામિત્વ યોજના હેઠળ, 12 રાજ્યોના 230 જિલ્લાઓમાં 50 હજારથી વધુ ગામડાઓ કવર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2.25 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જેનાથી ગામજનોને તેમની મિલકતોનું નાણાકીય મૂલ્ય મળ્યું છે અને તેમના અર્થતંત્રમાં વૃદ્ધિ થઈ છે. svamitva scheme 65 lakh property cards

પ્રોપર્ટી કાર્ડ યોજના શું છે? સ્વામિત્વ યોજના એટલે શું

સ્વામિત્વ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સારી યોજના છે આ યોજના ની જાહેરાત નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલના રોજ નવ રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી સ્વામિત્વ યોજના નું મુખ્ય ઉદ્દેશ્ય છે કે ટેકનોલોજી દ્વારા જમીનની માપણી થાય અને જે જમીનના માલિકો છે તેમને કેટલી જમીન છે જમીનનો રેકોર્ડ ખબર પડી જાય જમીનના માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે જેના દ્વારા ખબર પડે કે તેમની કેટલી જમીન છે આ યોજના 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે

  1. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

સ્વામિત્વ યોજના કેટલા રાજ્યમાં લાગુ છે

સ્વામીત્વ યોજના વિશે જણાવી દઈએ કે આ યોજના અનેક રાજ્યમાં લાગુ છે જેમ કે સિક્કિમ તેલંગાણા અને તમિલનાડુ રાજ્યમાં ફક્ત પાયલોટ પ્રોજેક્ટ તરીકે છે અને પશ્ચિમ બંગાળ બિહાર નાગાલેન્ડ અને મેઘાલય આ રાજ્યમાં આ યોજના શરૂ કરવામાં આવી નથી સ્વામીત્વ યોજના ત્રિપુરા ગોવા ઉતરાખંડ હરિયાણામાં સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી છે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રોન સર્વે પૂર્ણ થઈ ગયું છે આ યોજના દ્વારા એક કાર્ડ આપવામાં આવે છે જેની જમીનની સંપૂર્ણ માહિતી હોય છે આ કાર્ડની મદદથી તમે બેંકમાં લોન પણ લઈ શકો છો

૨.૨૫ કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર svamitva scheme 65 lakh property cards

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગામડાના માટે સ્વામીત્વ યોજના છે જે વધુમાં વધુ જમીન માલિકોનો વિવાદ થતા અટકી જાય અને જે લોકોના ઘર અને જમીનના કબજા કરે છે તે હવે નહીં કરી શકે કારણ કે આ કાર્ડ દ્વારા તેમને ખબર પડી જશે જમીન માલિકની કે તેમની કેટલી જમીન છે અને સરળતાથી આ કાર્ડ દ્વારા બેંકમાંથી લોન પણ મેળવી શકે છે 12 રાજ્યોના 230 જિલ્લાઓના 50 હજારથી વધુ ગામડાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, ૧.૫૩ લાખથી વધુ ગામડાઓ માટે લગભગ ૨.૨૫ કરોડ પ્રોપર્ટી કાર્ડ (સ્વામિત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ) તૈયાર કરવામાં આવ્યા છે.

પીએમ સ્વામિત્વ યોજનાના 5 મોટા ફાયદા:

  • મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ: આ યોજના જમીન અને ઘરોના કાયદેસર દસ્તાવેજો દ્વારા માલિકી હકો સ્પષ્ટ કરી વિવાદોનો ઉકેલ કરે છે.
  • નાણાકીય સશક્તિકરણ: પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગામજનો તેમના ઘરો અને જમીનને નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરી બેંક લોન અને અન્ય નાણાકીય સેવાઓ મેળવી શકે છે.
  • વેરા વસુલાતમાં વધારો: આ યોજનાથી સરકારને પાયાની મિલકતની સાચી માહિતી મળશે, જેના પરથી ગ્રામ પંચાયત અથવા રાજ્ય તિજોરી માટે યોગ્ય વેરા વસુલાત શક્ય બનશે.
  • ટેક્નોલોજી આધારિત મેપિંગ: GIS ટેકનોલોજી અને ડ્રોન દ્વારા ગ્રામ્ય વિસ્તારોના સચોટ સર્વેક્ષણ અને મેપિંગ થવાથી જમીન રેકોર્ડ વધુ વ્યવસ્થિત અને પરિપૂર્ણ બને છે.

Join WhatsApp

Join Now

Leave a Comment