સરદાર આવાસ યોજના માં ગરીબ પરિવારને ઘર માટે મળશે સહાય, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી

by News
Sardar awas yojana 2025 gujarat

સરદાર પટેલ આવાસ યોજના જેને ટૂંકમાં SPAY તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો અને ઓછા આવતા પરિવારોને તેમને પોતાનું ઘર બનાવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવેલી આવાસ યોજના છે આ યોજનામાં લાયકાત ધરાવતા લાભાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે અને તેનું સંચાલન વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે આ યોજના નું સંચાલન શહેરી વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન અને ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત ગ્રામીણ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે Sardar awas yojana 2025 gujarat apply online

Sardar Awas Yojana 2025 Gujarat: સરદાર પટેલ આવાસ યોજના ગુજરાત

યોજનાનું નામસરદાર આવાસ યોજના 2025 
શરુ કરનારગુજરાત સરકાર
હેતુઆર્થિક રીતે નબળા લોકોને ઘર બનાવવા માટે સહાય
અરજી માધ્યમઓફલાઈન
સત્તાવર વેબસાઈટhttps://panchayat.gujarat.gov.in/

સરદાર આવાસ યોજનાના લાભો Sardar Awas Yojana 2025 Gujarat

  • આ યોજના આર્થિક રીતે ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને આવાસ ને વધુ સુલભ બનાવે છે તેઓને પોસાય તેવા ઘર બાંધવામાં સક્ષમ બનાવે છે
  • લાભાર્થીઓને પાણી વીજળી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ સાથે કાયમી ઘર આપીને યોજનાનો હેતુ તેમના જીવન અને ગુણવતા સુધારવાનો છે
  • ઘરની માલિકી લાભાર્થીઓને સલામતી અને સશક્તિકરણની ભાવના આપે છે તેમને કાયમી સરનામું અને માલિકની લાગણી મળી રહે છે
  • સરકાર દ્વારા લાભાર્થીઓને નાણાકીય બોજ હળવદ કરવા માટે સબસીડી પૂરી પાડે છે જેનાથી તેમના માટે ઘરો બાંધવામાં વધુ સરળતા રહે
  • આ યોજના હેઠળ મકાનોનું નિર્માણ સ્થાનિક મજૂરો માટે નોકરીઓનું સર્જન કરે છે સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે
    નિર્માણ સામગ્રી અને સેવાઓની માંગ પેદા કરીને સરદાર પટેલ આવાસ યોજના દેશના અંદર આર્થિક વિકાસમાં ફાળો આપે છે

રેશન કાર્ડમાંથી નામ કમી કેવી રીતે કરવું ? જાણો સંપૂર્ણ માહિતી ફ્રી

સરદાર આવાસ યોજના ફોર્મ લાયકાત Sardar Awas Yojana 2025 Gujarat

  • માત્ર ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓને જ આ યોજના માટે અરજી કરી શકે છે
  • અરજદાર પાસે કોઈ પ્લોટ અથવા મકાન ન હોવું જોઈએ અને અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ મેળવેલ ન હોવો જોઈએ.
  • વધુમાં વધુ અડધો હેક્ટર સિંચાઈ વાળી જમીન અથવા એક હેક્ટર જમીન ધરાવતા લોકો પણ લાયક ઠરી શકે છે
  • જો પતિ અને પત્ની પાંચ વર્ષથી એક જ ગામમાં રહેતા હોય અને તે ગામમાં મકાન કે પ્લોટ ધરાવતા ન હોય તો તેઓ પણ આયોજન માટે અરજી કરી શકે છે
  • અરજદારોએ ગામના સરપંચ તરફથી એવું પ્રમાણપત્ર આપવું જરૂરી છે કે તેઓએ અગાઉ યોજના નો લાભ લીધો નથી અને તેઓ BPL કાર્ડ ધારક છે
  • લાભાર્થીઓને તેમના જીવનકાળમાં માત્ર એક જ વાર લાભ મેળવી શકે છે.

સરદાર આવાસ યોજના 2025 કેટલી સહાય મળશે ?

Sardar awas yojana 2025 gujarat સરદાર આવાસ યોજના – ૨ હેઠળ, નવા આવાસ માટે રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. ૪૦,૦૦૦ ની સહાય મળશે. આ સહાય ત્રણ તબક્કામાં મળશે:

  1. પ્રથમ હપ્તો: રૂ. ૧૦,૦૦૦
  2. બીજો હપ્તો: રૂ. ૨૦,૦૦૦
  3. ત્રીજો હપ્તો: રૂ. ૧૦,૦૦૦

સરદાર આવાસ યોજના 2025 જરૂરી દસ્તાવેજો

Sardar awas yojana 2025 gujarat list
  • ગ્રામીણ વિસ્તારમાં બીપીએલ લાભાર્થી તરીકે નોંધણીનો પુરાવો
  • ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ મતદાર કાર્ડ
  • સરનામાનો પુરાવો રેશનકાર્ડ વીજળી બિલ
  • જમીનના દસ્તાવેજો છે જે સાબિત કરે છે કે અરજદાર પાસે મકાન કે પ્લોટ નથી
  • સરદાર પટેલ આવાસ યોજના હેઠળ પાત્રતા અને અગાઉના લાભોના ભાવની પુષ્ટિ કરતું સરપંચ નું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • સત્તાવાળાઓ દ્વારા વિનંતી કરાયેલ કોઈ પણ અન્ય દસ્તાવેજ

સરદાર આવાસ યોજના 2025 અરજી કેવી રીતે કરવી? Sardar awas yojana 2025 gujarat apply online 

  • અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
  • ત્યારબાદ તમામ જરૂરી વિગતો સાથે અડધી ફોર્મ ભરવાનું રહેશે
  • એમાં જમીનના દસ્તાવેજો ઓળખ ન પુરાવો બીપીએલ નોંધણી પુરાવો સરનામાનો પુરાવો સરપંચ નો પ્રમાણપત્ર જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે
  • આ અરજી ફોર્મ નજીકના તાલુકા વિસ્તાર અધિકારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સબમીટ કરવાનું રહેશે

લિંક 

અરજીફોર્મ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
સત્તાવર વેબસાઈટ પર જવાઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment