Gujarat Secondary and Higher Secondary Education Board, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ તાજેતરની અખબારી યાદી મુજબ, ફેબ્રુઆરી–માર્ચ 2026 દરમિયાન લેવામાં આવેલી ધોરણ 12 (HSC) ની વિવિધ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ હવે સત્તાવાર રીતે જાહેર થવા જઈ રહ્યું છે. GSEB HSC Result 2026
બોર્ડના જણાવ્યા પ્રમાણે, તા. 04 મે 2026, સવારે 10:00 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે.
કયા કયા પરિણામ એકસાથે આવશે?
આ દિવસે નીચેના તમામ પરીક્ષાના પરિણામ જાહેર થશે:
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science Stream)
- સામાન્ય પ્રવાહ (General Stream)
- વ્યવસાયલક્ષી પ્રવાહ (Vocational)
- ઉ.ઉ.બુ. પ્રવાહ
- GUJCET 2026
- સંસ્કૃત મધ્યમા
HSC Result 2026 લિંક
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઈટ gseb.org પર જઈ શકે છે, જ્યાં તેમને HSC Result 2026 લિંક પર ક્લિક કરીને પોતાનો Seat Number દાખલ કરવો પડશે. Seat Number નાખતા જ સ્ક્રીન પર તરત જ પરિણામ દેખાશે, જેને તેઓ ડાઉનલોડ અથવા સેવ પણ કરી શકે છે.
ધોરણ 10 નું પરિણામ જોવા માટે Direct Link
Whatsapp hsc result 2026 link
વિદ્યાર્થીઓને વધુ સરળતા મળે તે માટે બોર્ડ દ્વારા WhatsApp સેવા પણ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાનો Seat Number 6357300971 નંબર પર મોકલીને થોડા જ સેકન્ડમાં પોતાનું પરિણામ મેળવી શકે છે, જે ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે મદદરૂપ સાબિત થશે જેઓને વેબસાઈટ ઍક્સેસ કરવામાં તકલીફ પડે છે.
hsc result 2026 gujarat board
બોર્ડ દ્વારા વધુમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR સંબંધિત દસ્તાવેજો શાળાઓને આગળથી મોકલવામાં આવશે, અને તેની વિગતવાર માહિતી બાદમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષા પછીની પ્રક્રિયાઓ જેમ કે ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા અને પુનઃ પરીક્ષા અંગેની માહિતી પણ ટૂંક સમયમાં પરિપત્ર દ્વારા જાહેર થશે.












