Gujarat Government 21114 Divyang Jobs સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ નોકરી આપવાના હેતુથી વિશેષ ભરતી અભિયાન શરૂ કરવામાં આવશે. નવેમ્બર ૨૦૨૩ના મહિને સરકારી, ગ્રાન્ટેડ અને સહકારી સંસ્થાઓમાં દિવ્યાંગો માટે ઉપલબ્ધ જગ્યાઓની માહિતી મુજબ, કુલ ૨૧,૧૧૪ જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકાર ૩૧મી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં આ જગ્યા પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં તમામ સિલેક્ટેડ ઉમેદવારોને નોકરી અપાવશે.
દિવ્યાંગ નોકરી ખાલી જગ્યાઓ:
ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ અને સહકારી સંસ્થાઓમાં કુલ ૫,૬૧,૬૦૭ જગ્યાઓ છે, જેમાંથી દિવ્યાંગો માટે ૪% અનામત હેઠળ ૨૮,૨૬૫ જગ્યાઓ હોવી જોઈએ. પરંતુ હાલમાં માત્ર ૭,૧૫૧ જગ્યા ભરાયેલી છે, જે ૧.૨૭% છે.
હવે ડોક્ટર બનવા માટે સરકાર આપશે આ યોજના દ્વારા 4 લાખની સહાય આ રીતે તમે મેળવી શકશો યોજનાનો લાભ.
દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે ખાલી જગ્યા: Gujarat Government 21114 Divyang Jobs
ગુજરાત સરકારના ૪% અનામત હેઠળ દિવ્યાંગ માટેની ખાલી જગ્યાઓ, અંધત્વ માટે કુલ ૧,૧૯૫ જગ્યા ભરાયેલી છે જ્યારે ૯,૨૫૧ જગ્યા ખાલી છે, જે તમામ કેટેગરીમાં સૌથી વધુ છે. બહેરાશ માટે ફક્ત ૪૬૩ જગ્યા ભરાયેલી છે અને ૪,૯૮૫ જગ્યા ખાલી છે. ઓર્થોપેડિક (ક્રોડરજ્જુ) વિકલાંગતા માટે ૫,૧૮૮ જગ્યા ભરાયેલી છે અને ૧,૮૦૫ જગ્યા ખાલી છે. માનસિક તથા બહુવિધ અપંગતા માટે ૫,૦૭૩ જગ્યા ખાલી છે, જે આ કેટેગરીમાં ઉપલબ્ધ જગ્યાઓનો મહત્વનો હિસ્સો છે.