Maharashtra Election: મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાની ચૂંટણીનો મતદાન થઈ રહ્યો છે સેલિબ્રિટીથી લઈને જાણીતા કલાકારોએ આજે મતદાન કર્યું હતું અને કેમેરામાં કેદ થયા હતા મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે 4,140 ઉમેદવારો ઇવીએમ મશીનમાં તેમનો ભાવિ કેદ થયું છે બોલીવુડ સિતારાઓ થી માંડીને ઘણા બધા રાજકીય ગજાના મોટા વ્યક્તિઓએ આજે મતદાન કર્યું હતું. વધુમાં જણાવી દે તો આજે વહેલી સવારે જ અભિનેતા અક્ષય કુમારથી માંડીને કાર્તિક આર્યન રાજકુમાર આવે પણ મતદાન કર્યું હતું
આમ તો બોલીવુડ અભિનેતાઓ પોતાના શૂટિંગમાં અને અન્ય કામોમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે પરંતુ આજે પોતાનો કિંમતી મત આપવા માટે પબ્લિક પ્લેસ પર પહોંચી ગયા હતા અને મતદાન બુથ પર નજરે ચડ્યા હતા.અક્ષય કુમારે મીડિયા સાથે વાતચીતમાં ચૂંટણીને લઈને પોતાના મંતવ્યો શેર કર્યા હતા અક્ષય કુમાર એ જણાવ્યું હતું કે મત આપવો ખૂબ જ જરૂરી છે અને આપ સૌની જવાબદારી છે સાથે જ રાજકુમાર આવે પણ વહેલી સવારે મતદાન કર્યું હતું અને પેપ્રાજી દ્વારા ફોટો પણ ક્લિક કરાવ્યો હતો તેમણે પણ જણાવ્યું હતું કે આપ સૌની અને આપણી નૈતિક ફરજ છે દરેક લોકોએ મતદાન કરવું ખૂબ જ જરૂરી છે હું પણ વહેલી સવારે અહીંયા પહોંચી આવ્યો છું
બીજી તરફ સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ મતદાન કરવા પહોંચ્યા હતા મતદાન કેન્દ્રની બહારથી જ સલમાન ખાન અને સલીમ ખાન અને મતદાન કરીને આવતા નજરે ચડ્યા હતા એટલું જ નહીં તેવો મતદાન કરીને આવતા તસવીરોમાં પણ કેદ થયા હતા જેમની તસવીરો હાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે