Dilip Joshi vs Asit Modi : જેઠાલાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દેશે જાણો સમગ્ર મામલો

Dilip Joshi vs Asit Modi : ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે દિલીપ જોશી એટલે કે જેઠાલાલ અને નિર્માતા આશિત મોદી સાથેની મોટી લડાઈને કારણે ફરી ચર્ચામાં છે, જેના કારણે દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવાના સમાચાર અને ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. દિલીપ જોશી દ્વારા ભજવવામાં આવતું જેઠાલાલનું પાત્ર ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે પરંતુ હવે દિલીપ જોશી એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સો છોડવાની નિર્માતા આસિત મોદીને ધમકી આપી દીધી છે ચલો તમને આ સમગ્ર હકીકત વિશે વિગતવાર જણાવીએ 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ભારતનો સૌથી લોકપ્રિય માનવામાં આવે છે  અત્યારે હાલમાં આ સોને લઈને ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સેટ પર આશિત મોદી અને દિલીપ જોશી વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ ઉગ્ર ઝઘડો થયો હતો એટલું જ નહીં ઝઘડામાં દિલીપ જોશીએ આશિક મોદીની કોલર પણ પકડી લીધી હતી. ત્યારબાદ દિલીપ જોશી એ તેમને શો છોડવાની ધમકી પણ આપી હતી

દિલીપ જોશી અને આશિષ મોદી વચ્ચે ઝઘડાનું કારણ?

મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર દિલીપ જોશીને રજા જોતી હતી પરંતુ સેટ પર જ્યારે આશિત મોદી આવે છે ત્યારે દિલીપ જોશીને આશિત મોદી ઇગ્નોર કરીને જતા રહે છે. આશિત મોદીએ દિલીપ જોશીને ઇગ્નોર કરતા બંને વચ્ચે સૌપ્રથમ વાતચીત થાય છે ત્યારબાદ બોલાચાલી વધી જાય છે વાત વાતમાં બંને વચ્ચે મોટાપાયે ઝઘડો થાય છે ત્યારબાદ દિલીપ જોશી આશિત મોદીને સો છોડવાની ધમકી પણ આપી દે છે 

વધુમાં મળતી વિગતો અનુસાર અગાઉ ઘણા કલાકારોએ આ શો છોડી દીધો છે તેમણે નિર્માતા ના વર્તન અંગે ફરિયાદ પણ કરી છે અને તેમની સામે હેરાનગતિ અને પગાર ન આપવા માટે કાનૂની કાર્યવાહી પણ અગાઉ કરી ચૂક્યા છે ફરી એકવાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સો છોડવાની ધમકી આપી છે ત્યારે હવે આ વિરોધ અંગે શું સમાધાન થાય છે તે જોવાનું રહ્યું.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો