Fatima Sana Shaikh : કાસ્ટિંગ કાઉન્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ સાધારણ શબ્દ છે ઘણી અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે પરંતુ હાલમાં ફાતિમા સના શેખ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેમને હાલમાં જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી બધી રસપ્રદ વાતો તેમને શેર કરી છે સાથે જ સાઉથ ભારતીય ફિલ્મના કાસ્ટિંગ કાઉચનો સામનો કરવા અંગે મોટો ખુલાસો કર્યો છે
હાલમાં જ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન અભિનેત્રીએ મોટા ખુલાસા કરતા જણાવ્યું હતું કે કાસ્ટિંગ એજન્ટ તેમના ફોન કરવામાં આવ્યો હતો અને વારંવાર તેમને સાથે ખૂબ જ અલગ રીતે વાત કરવામાં આવી હતી આપ સૌ જાણતા જ હશો કે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ જેવી ફિલ્મોમાં ફાતિમાએ અભિનય કર્યો છે અભિનેત્રીએ ઘણા બધા મોટા ખુલાસાઓ કર્યા હતા અને કાસ્ટિંગ એજન્ટો વિશે ઘણી બધી મહત્વની વિગતો ખુલ્લેઆમ શેર કરી હતી
એક ન્યુઝ સાથે થયેલી વાત છે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બોલીવુડ બબલ સાથે ખાસ વાત કરતા તેમણે મહત્વની વિગતો શેર કરી હતી તેમણે જણાવ્યું હતું કે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો તેમના માટે ખૂબ જ ભયાનક હતો, તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે નિર્માતા ત્યાં તેની સાથે ખુલ્લેઆમ આ બાબતે વાત કરતા હતા અને તેઓ જાણતા હતા તેમ છતાં પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ રીતે ખુલ્લી આમ વાતો અભિનેત્રીઓ સાથે શેર કરવામાં આવે છે