Maalik Release Date: રાજકુમાર રાવની ફિલ્મ ‘મલિક’ આ તારીખે સિનેમાઘરોમાં થશે રિલીઝ, જાણો વધુ વિગત

Maalik Release Date:  રાજકુમાર રાવની આગામી ફિલ્મ મલિક ખૂબ જ જલ્દી રિલીઝ થવા માટે તૈયાર છે ઘણા બધા દર્શકો તેમની ફિલ્મી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે રીતનું આ ફિલ્મમાં પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે તે જોઈને હવે દર્શકો રિલીઝ ડેટ ની રાહ જોઈ રહ્યા છે આપ સૌને જણાવી દઈએ ગયા વર્ષે અભિનેતા નું પહેલું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યો હતો અને જાહેરાત કરવામાં આવી હતી કે મલિકનું શૂટિંગ શરૂ થઈ ગયું છે હવે લગભગ એક વર્ષ પછી ફિલ્મની રિલીઝ તારીખ સામે આવી ગઈ છે જો તમે પણ આ ફિલ્મ જોવા માટે  આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો ચલો જાણીએ આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે 

મલિકની રિલીઝ તારીખ જાહેર

આપ સૌને જણાવી દે તો 15 ફેબ્રુઆરી 2025 ના રોજ રાજકુમાર રાવની આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. રિલીઝ તારીખની જાહેરાત કરવામાં પણ આવી હતી પરંતુ આ ફિલ્મ હવે જે વિગતવાર વિગતો સામે આવી રહી છે તે મુજબ 20 જૂને સિનેમા ઘરોમાં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે રાજકુમાર રાવ ફિલ્મના પોસ્ટરમાં ખૂબ જ અદભુત અંદાજમાં જોવા મળે છે કારની ટોપ પર ઉભેલા રાજકુમાર રાવના હાથમાં બંદૂક સાથે ગુસ્સામાં પણ દેખાય છે આ વખતે રાજકુમાર રાવ અલગ જ અભિનય સાથે દર્શકોને મનોરંજન કરશે

રાજકુમાર રાવની આ ફિલ્મ મલિક એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે જેમાં અભિનેતા પહેલી વાર ગેંગસ્ટરની ભૂમિકા નિભાવશે સાથે જ આ ફિલ્મમાં મેઘાશંકર અનિલ ઝામાઝમ અને ઋષિ રાજ ભસીન  જેવા અભિનેતાઓ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં નજરે ચડશે 20 જૂને આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થશે

Join WhatsApp

Join Now

Leave a Comment