ગુજરાત સરકારે બે નવી સેવાઓ શરૂ કરી, હવે તમે સરળતાથી નામ, અટક અને જન્મ તારીખ સુધારી શકશો

ગુજરાત સરકારે બે નવી સેવાઓ શરૂ કરી, હવે તમે સરળતાથી નામ, અટક અને જન્મ તારીખ સુધારી શકશો

ગુજરાત સરકારે હવે નામ, ઉપનામ અને જન્મ તારીખ સુધારવાની સેવાઓને ઓનલાઇન કરી કેવળ સરળતા જ નહીં, પણ ઝડપી પ્રોસેસ બનાવી છે. પહેલા આ પ્રકારના નાના સુધારાઓ માટે નાગરિકોને સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડતા હતા. નામમાં એક અક્ષર ભુલ થઈ જાય કે જન્મ તારીખમાં ભૂલ હોય, તો તે ઠીક કરાવવા માટે મહિના લાગી જતા હતા. હવે આ પ્રક્રિયાને સરળ બનાવી લોકો ઘરે બેઠા અરજીઓ કરી શકે છે.

નવી સેવાઓના બે વિકલ્પો

1. અસાધારણ ગેઝેટ – જો તમારે તમારું નામ, ઉપનામ અથવા જન્મ તારીખ તાત્કાલિક સુધારવું હોય, તો તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. આ માટે 2500 રૂપિયા ફી છે, અને ફક્ત ત્રણ દિવસમાં તમારા દસ્તાવેજ અપડેટ થઈ જશે. આ ઝડપી સર્વિસ લોકપ્રિય બની શકે છે.

અનાથ બાળકોને દર મહિને ₹3,000 ની સહાય આપવામાં આવે છે

2. સામાન્ય ગેઝેટ – જો સમયની એટલી તાકીદ નથી, તો સામાન્ય ગેઝેટ સેવા તમારા માટે સારી છે. આ માટે 1000 રૂપિયા ફી છે અને દરેક ગુરુવારે અપડેટ થાય છે. આ સર્વિસ ધીરજવાળા નાગરિકો માટે યોગ્ય છે.

કેવી રીતે અરજી કરશો

આ પ્રોસેસ હવે સંપૂર્ણપણે ઓનલાઈન છે, અને તમે ગુજરાત સરકારની વેબસાઇટ https://egazette.gujarat.gov.in પર જઈને કરી શકો છો. અરજી બાદ, તમારા ડેટા સરકારે ઓફિશિયલ ગેઝેટમાં પ્રકાશિત કરી માન્ય બનાવે છે, જે સરકારી રેકોર્ડમાં કાયમી સ્વરૂપે માન્ય ગણાય છે. આ પહેલ નાગરિકોને સરકારી દસ્તાવેજોની ઝંઝટથી મુક્ત કરે છે.

કરો તો વિચાર, પહેલે નાના ‘અક્ષર’ની ભૂલ પણ બધી જ મુશ્કેલી લાવી દેતી હતી. જેમ કે, કોઈનું નામ અજય ને બદલે અજાય થાય, તો બેંકથી લઈ પાસપોર્ટ ઓફિસ સુધી બધે પરેશાન થવું પડે. આ નવી સર્વિસ આ સમસ્યાઓને દૂર કરવાની દિશામાં એક ઉત્તમ પહેલ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment