ફાયર સેફ્ટી સિસ્ટમનું ઈન્સ્પેક્શન કરીને ખાનગી સ્કૂલને એનઓસી આપવા માટે રૂ.65 હજારની લાંચની માગણી કરનારા તત્કાલીન મનીષ મોડ ફાયર ઓફિસર મનીષ મોડની એસીબીએ ધરપકડ કરી હતી. મનીષ મોડ વિરુદ્ધ સ્કૂલ સંચાલકે એસીબીને ઓડિયો-વીડિયો સહિતના પુરાવા આપ્યા હતા. એસીબીએ 3 વર્ષ પછી મનીષ મોડ અને ફાયરમેન એરીક રિબેરો વિરુદ્ધ Arrest of fire officer Manish Mode
ACBમાં ફરિયાદ થતાં મોડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા
એસીબીમાં ફરિયાદ થઈ હોવાની જાણ થતા મનીષ મોડ ભૂગર્ભમાં ઉતરી મને હાઈકોર્ટમાં ગયો હતો. બે મહિનાથી ફરાર મનીષ ઓડે સેશન્સ અને આગોતરા જામીન માટે અરજી કરી હતી. તે પણ રદ થઈ હતી.
ગુનો નોંધ્યો હતો. જેમાં મનીષ મોડ 2 માસથી ફરાર હતો. ફરિયાદ થતાં નોકરીમાંથી બરતરફ કરાયા હતા. એક ખાનગી સ્કૂલમાં ફાયર સેફટી સિસ્ટમ લગાવવાની હોવાથી તેમણે તત્કાલિકન ફાયર ઓફિસર મનીષ મોડનો સંપર્ક કર્યો હતો. મનીષ મોડે તેમને કહ્યું હતુ કે તમે કેટલા રૂપિયાની કિંમતની ફાયર સેફટી સિસ્ટમ લગાવવાના છે. જેથી સ્કૂલ સંચાલકે કહ્યું હતું કે રૂ.6.30 લાખની. જેથી મનીષે કહ્યું કે તેના
10 ટકા મને આપવા પડશે. જેથી હું સ્કૂલે આવીને ઈન્સ્પેકશન કરીને તેમને એનઓસી અને સર્ટિફિકેટ આપી દઈશ. જે પેટે મનીષે જે તે સમયે સ્કૂલ સંચાલક પાસેથી રૂ.10 હજાર લીધા હતા. સ્કૂલ સંચાલક અને મનીષ મોડ તેમજ તેમના ફાયરમેન એરીક રિબેરો વિરુદ્ધ પૈસા માટે જે વાત થઈ હતી અને પૈસા આપ્યા હતા. તેનો ઓડિયો – વીડિયો સહિતના પૂરાવા સાથેની અરજી એસીબીમાં આપી હતી.