ગોળ ગધેડાનો મેળો શું છે? વિજેતાને તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવાની છૂટ

gol gadheda no melo gujarat

ગુજરાતના દાહોદ જિલ્લામાં એક આદિવાસી મેળો ભરાય છે જેનું નામ છે ગોળ ગધેડાનો મેળો આ મેળો ફાગણ મહિનામાં આવે છે ગોળ ગધેડા નો મેળો હોળીના પાંચમ સાતમ અને બારસના દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આ મેળો ભરાય છે ત્યાં આજુબાજુ વિસ્તારના કેટલાય લોકો અને સમુદાયો આ મેળાને નિહાળવા માટે આવે છે આ મેળામાં ઢોલના તાર પર નિત્ય કરવામાં આવે છે દાહોદ જિલ્લા ના લોકો તથા આજુબાજુના મધ્યપ્રદેશ રાજસ્થાન અને અન્ય જિલ્લાના લોકો મેળામાં આવે છે gol gadheda no melo gujarat

ઐતિહાસિક મહત્વ ધરાવતો અને પ્રાચીન કાળની સ્વયંવર પરંપરાને ઉજાગર કરતો આ વિશ્વપ્રસિદ્ધ ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાની એક અનોખી ઓળખ બની ગયો છે. આ પરંપરાગત મેળો હજુ પણ તેની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માટે યોજવામાં આવે છે. આ મેળાની ગણતરી વિશ્વના પ્રખ્યાત મેળાઓમાં થાય છે. આ મેળામાં, રેશમી કપાસના ઝાડની ડાળી છોલીને એકદમ સુંવાળી બનાવવામાં આવે છે અને તેને જમીનમાં ખોદેલા ખાડામાં મૂકવામાં આવે છે.

છોકરીઓ છોકરાઓને લાકડીઓથી મારે છે

ગોલ ગધેડાના મેળામાં એક ઉંચી લાકડી હોય છે જે 25 થી 30 ફૂટની હોય છે અને તે લાકડી ઉપર છેક ટોચ પર પોટલી બાંધવામાં આવે છે અને તેના વૃક્ષના થડની નીચે આજુબાજુ અપરણીત છોકરીઓ હોય છે જે આદિવાસીઓની પરંપરાગત રીતે તે લોકગીત ગાતી હોય છે અને ઢોલના તાલે નાચતી હોય છે અને તેમના હાથમાં એક લીલી નૈતરની સોટી હોય છે જે પણ યુવાન ઉપર ચડે તો તેમને છૂટી દ્વારા મારવામાં આવે છે ગોળ ગધેડા નો મેળો એ એક જોવાલાયક મેળો છે

વિજેતાને તેની મનપસંદ કન્યા મળશે gol gadheda no melo gujarat

આ પોટલામાંથી ગોળ મેળવવા માટે, આદિવાસી યુવાનોને ગધેડા જેવા મારવામાં આવે છે. આ બધા હંગામા દરમિયાન, મધ્ય થાંભલા સાથે બાંધેલા ઘડાને ગાયબ કરી દેવામાં આવે છે અને થાંભલા પર ચઢી રહેલા યુવાનને “ગધેડો” સાબિત કરવામાં આવે છે. માન્યતા અનુસાર, જો તે યુવક ગોળ ખાધા પછી સ્તંભ પર પહોંચે તો તે ત્યાં હાજર છોકરીઓની ભીડમાંથી તેની મનપસંદ કન્યા સાથે લગ્ન કરી શકે છે. આજે આ પરંપરા પ્રતીકાત્મક રીતે નિભાવવામાં આવે છે.

ગોળ ગધેડા મેળામાં રમત જીત્યા પછી આદિવાસી યુવાનો ને અને તેમની પસંદગીની

કન્યા સાથે લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવી, આવી જ રીતે આ મેળો ખૂબ જ પ્રાચીન સમય થયો છે અને કેટલા યુવાનો લાકડીઓથી માર ખાવાના પ્રયત્નો કર્યા છે અને તેવી જ રીતે જે પણ વિજેતા બને છે તેમને ગોળ ખાવાનો અને ખવડાવવાનો મોકો મળે છે એટલે જ આ મેળાને ગોળ ગધેડા નો મેળો કરવામાં આવે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment