અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે મોટો ડ્રગ્સ કૌભાંડ પકડી પાડ્યો છે. જીશાન દત્તા પવલ નામના આરોપી પાસેથી 1.23 કિલો એમડી ડ્રગ્સ, બે પિસ્તોલ, 40 કાર્ટિસ અને ₹18 લાખ રોકડ કબજે કરાયા છે. કાયદેસરની કાર્યવાહી બાદ ખુલ્યું કે આ ડ્રગ્સની બજાર કિંમત ₹1 કરોડથી વધુ છે.
આ આરોપી વિરુદ્ધ અગાઉ 8 ગુનાઓ નોંધાયા છે અને તે 2 ગુનામાં વોન્ટેડ હતો. હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે કે આ ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર કોણ છે અને તેનું નેટવર્ક ક્યાં સુધી છે. The accused was caught with 1.23 kg of drugs from Ahmedabad
પીએમ મોદી ડોમિનિકાના સર્વોચ્ચ એવોર્ડ ઓફ ઓનર મળ્યું મળ્યું; કોરોનામાં મદદ કરી હતી
સામાન્ય રીતે આવાં નશાના કૌભાંડો શહેરમાં વિમુખ યુવાનોને ફસાવતા હોય છે. આ ઉપરાંત, મંગળવારે નારણપુરામાં SOG ટીમે ડ્રગ્સ પાર્ટી પર દરોડા પાડીને 6 લોકોને પકડ્યા હતા અને ₹25 લાખના ડ્રગ્સ કબજે કર્યા હતા.
શહેરમાં આવા કેસોનું વધી રહ્યું પ્રમાણ ગંભીર ચિંતાનું કારણ બની રહ્યું છે, અને તેનાથી નશાવૃત્તિ અટકાવવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.