Gujarat Weather: હાલ સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઠંડી ઘટી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા ફેરફાર થઈ શકે છે સવારે થોડી ઠંડી અનુભવાય છે અને બપોર બાદ ગરમીનું પ્રમાણ વધુ વધે છે આવા સંજોગોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરી છે સાથે જ અમદાવાદ હવામાન કેન્દ્ર ડાયરેક્ટર દાસ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે ચલો તમને જણાવ્યા લેટેસ્ટ હવામાન અંગેની આગાહી વિશે
અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા મહત્વની આગાહી
હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રને ડાયરેક્ટર દાસ દ્વારા ગયા સોમવારે આગાહી કરવામાં આવી હતી તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ મોટા ફેરફાર કરી શકે છે ગુજરાત આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ શું કરવાનું છે આ સાથે જ શુલ્ક તાપમાન યથાવત રહેશે સવારે ઠંડી અનુભવાશે અને બપોરે ગરમી અનુભવાય તેવું વાતાવરણ જોવાશે આ સાથે જ પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં મોટા કોઈ ફેરફાર થવાના નથી સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ શકે છે સવારે અને મોડી રાત્રે સાંજે ઠંડીનો અનુભવ થઈ શકે છે બપોરે ગરમીનો અહેસાસ વધુ થાય તેવી શક્યતાઓ છે
આપ સૌને વધુમાં જણાવી દઈએ તો ગુજરાતમાં હાલ વાતાવરણ થોડુંક શુલ્ક જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થાય તેવું લાગી નથી રહ્યું પરંતુ અમદાવાદમાં લઘુતમ તાપમાન ની વાત કર્યો હતો 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ઠંડી યથાવત રહેશે સવારે નોર્મલ ઠંડી અનુભવાશે અને બપોરે ગરમી અનુભવાય તેવી શક્યતાઓ છે