વિનેશ ફોગટ-બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાશે, ભાજપના નેતા સુ કહ્યું જાણો

Vinesh Phogat Bajrang Punia to join Congress

Vinesh Phogat Bajrang Punia to join Congress:વિનેશ ફોગટ-બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાશે, કુસ્તીબાજ આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી  વિનેશ ફોગાટ ચૂંટણી લડશેઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસમાં જોડાશે. દરમિયાન એવા સમાચાર છે કે વિનેશ જીંદની જુલાના અથવા દાદરી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

ભાજપના નેતા સુ કહ્યું જાણો

હરિયાણા બીજેપીના વરિષ્ઠ નેતા અનિલ વિજે વિનેશ ફોગાટ પર નિશાન સાધતાં જણાવ્યું કે જો વિનેશ ફોગાટ “દેશની દીકરી”માંથી “કોંગ્રેસની દીકરી” બનવા માંગે છે, તો તેમને કોઈ વાંધો નથી. વિજે વધુમાં જણાવ્યુ કે, કોંગ્રેસ કુસ્તીબાજોના વિરોધ પાછળ પ્રથમ દિવસથી જ હતી અને તેના ઉશ્કેરણીના કારણે આંદોલન ચાલી રહ્યું છે, નહીંતર આ મુદ્દાનો નિર્ણય અગાઉ જ લેવાયો હોત.

વિનેશ ફોગાટ રાજકારણમાં આવશે તો શું થશે?

વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેમને ચૂંટણીમાં મોટું સમર્થન મેળવી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment