નેશનલ સિનેમા ડે 2024 ના દિવસે (20 સપ્ટેમ્બર) તમે માત્ર ₹99માં મૂવી ટિકિટ બુક કરી શકશો. આ ઑફર તમને દેશભરના મોટા ભાગના સિનેમાઘરોમાં ઉપલબ્ધ થશે, જેમાં PVR, INOX, CINEPOLIS, CARNIVAL, MIRAJ, CITY PRIDE, MUKTA A2 જેવા મુખ્ય સિનેમા હોલ શામેલ છે.
99 રૂપિયામાં મૂવી ટિકિટ કેવી રીતે બુક કરવી:
ઓનલાઈન બુકિંગ માટે:
- તમારે BOOKMYSHOW, PVR સિનેમા, Paytm, INOX, CINEPOLIS, CARNIVAL જેવા પ્લેટફોર્મ્સ પર જવું પડશે.
- તમારી લોકેશન પસંદ કરો અને પછી તમને જોવાની છે એવી ફિલ્મ પસંદ કરો.
- તારીખમાં 20 સપ્ટેમ્બર પસંદ કરો.
- ટિકિટની કિંમત ₹99 દેખાશે. સીટ પસંદ કરો અને પેમેન્ટ કરો.
- ધ્યાનમાં રાખો કે ટેક્સ અને હેન્ડલિંગ ચાર્જ થિયેટર મુજબ વધારાનો ચૂકવવાનો રહેશે.
ઑફલાઇન બુકિંગ માટે:
તમે સીધા તમારા નજીકના સિનેમા હોલમાં જઈને ટિકિટ કાઉન્ટર પર ₹99માં ટિકિટ ખરીદી શકો છો.
તમારે કાઉન્ટર પર જઈને તમને જોવાની છે એવી ફિલ્મ અને સમય જણાવીને ટિકિટ બુક કરાવવી.
ક્યાં-ક્યાં જોવા મળશે
આ ઑફર PVR, INOX, CINEPOLIS, CARNIVAL, MIRAJ, CITY PRIDE, ASIAN, MUKTA A2, MOVIE TIME, WAVE, M2K, DELITE જેવી વિવિધ થિયેટરોમાં ઉપલબ્ધ હશે. હાં, સીટ્સ અને થિયેટરના નિયમો અને શરતો અનુસાર આ ઑફરમાં ફેરફાર હોઈ શકે છે.