મહાકુંભમાં બની મોટી દુર્ઘટના, ભાગદોડ થતાં ૧૦ થી વધુ લોકોના મોત અનેક લોકો ઘાયલ થયાની આશંકા

Maha Kumbh Stampede: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ચાલી રહેલા કુંભમેળામાં મોટી દુર્ઘટના ઘટે છે ભાગદોડ તથા ૧૦ થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ મીડિયા માધ્યમથી સામે આવી રહ્યા છે પ્રયાગરાજમાં ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે આકસ્માત બીજા અમૃત સ્નાન ઉત્સવ મોની અમાવસ્થા પહેલા થયા હોવાનું સામે આવ્યું છે

મહાકુંભમાં મોની અમાવસ્થા પહેલા ઘણા  લોકો દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આવ્યા હતા ત્યારે મોટી દુર્ઘટના સર્જાઇ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની માહિતી મેળવી છે અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ત્રણ વખત વાતચીત પણ કરી છે ખાસ સાવધાની રાખવામાં પણ આવી રહી છે અગાઉ અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરવાની પણ જાહેરાત કરી દીધી છે જોકે હવે અખાડા પરિષદે કહ્યું છે કે ભીડ વીખરાઈ ગયા પછી અખાડા સ્નાન માટે જઈ શકે છે 

વધુમાં જણાવી દઈએ તો સંગમ વિસ્તારમાંથી લોકોને દૂર કરવા માટે બેરીકેટ દૂર કરવામાં આવ્યું છે જોકે સંગમ કિનારે હજુ પણ લોકોની ભીડ જોવા મળી રહી છે ભાગદોડ પછી પણ ઘણા લોકો સંગમ કિનારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે સાધુઓ અને સંતો લોકોને સંગમ કિનારા પર ન જવાની પણ અપીલ કરી રહ્યા છે. મહાકુંભ અત્યાર સુધીમાં લગભગ 20 કરોડ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે આ સાથે જ 10 કરોડ લોકોથી વધુ ભક્તો મોની અમાવસ દરમિયાન આવ્યા હોવાનું સામે આવ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment