પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભમાં આ વખતે શ્રદ્ધાનો મહાન સંગમ પણ વિવાદનું કેન્દ્ર બન્યો છે. હજારો સાધુઓ અને સાધ્વીઓ વચ્ચે સાધ્વી હર્ષ રિચારિયા ખૂબ ચર્ચામાં છે. હર્ષ, જે એક સમયની એન્કર અને મોડેલ રહી છે, હવે આધ્યાત્મિક માર્ગ પર છે અને મહાકુંભમાં તેની હાજરીનું કારણ બન્યું છે. Maha Kumbh Mela’s ‘most beautiful sadhvi Harsha Richhariya started crying
સંત સમુદાયમાં હર્ષની ઉપસ્થિતિને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે. સંતો અને ભક્તોનું માનવું છે કે આધુનિક પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિએ આ પ્રકારના પવિત્ર સ્થળ પર આવવું યોગ્ય નથી. આ વાતને લઈને હર્ષ રિચારીયાને ટ્રોલ કરવાનું શરૂ થયું છે, જેના કારણે તે દુ:ખી છે.
સાધ્વી હર્ષ રિચારીયાએ કહ્યું કે તેઓને તંબુમાં બંધ કરી દેવામાં આવ્યા હતા અને આ સાથે તેમણે આનંદ સ્વરૂપજી મહારાજ પર પાપ કરવાનો આરોપ મૂક્યો.
હર્ષા રિચારિયા કેમ રડી?
હર્ષા રિચારિયા રડવા પાછળનું કારણ આઠી છે કે, તેમણે ભગવા વસ્ત્રો પહેરી અને શાહી રથ પર સવાર થઈ મહાકુંભમાં પ્રવેશ કર્યો હતો, જેને લઈને સંત સમુદાયના કેટલાક મહાન ધાર્મિક નેતાઓએ વિસાદ વ્યક્ત કર્યો.
બેંગલુરુના શાકંભરી મઠના મુખ્ય પૂજારી સ્વામી આનંદ સ્વરૂપજીએ હર્ષા રિચારિયાના આ કૃત્યને ધર્મ વિરુદ્ધ ગણાવ્યું અને આક્ષેપ કર્યો કે એક મહિલા મોડેલને દેવતાના વસ્ત્રોમાં શણગારવામાં અને શાહી રથ પર બેસાડવામાં ઔપચારિક આસ્થાની મજાક છે.
સ્વામી આનંદ સ્વરૂપજીએ વધુમાં જણાવ્યું કે આ પ્રસંગ આધ્યાત્મિકતાનું પ્રતીક છે, જ્યાં વ્યક્તિના ચહેરાની નહીં, પરંતુ હૃદયની સુંદરતાની કદર કરવામાં આવે છે. આ કોઈ માર્કેટિંગ ઇવેન્ટ તરીકે જોવામાં આવી શકે નહીં. આ નિંદા અને આક્ષેપોથી હર્ષા રિચારિયા ખૂબ જ દુ:ખી થઈ ગઈ અને આ સમગ્ર પરિસ્થિતિથી વેદના અનુભવતા રડી પડ્યા.
કેન્દ્રીય કર્મચારીઓ ને મોજ પડી ગઈ , આખા ભારતમાં પ્રીમિયમ ટ્રેનોમાં ફ્રી મુસાફરી કરી શકશે
મને બદનામ કરવાનો પ્રયાસ – હર્ષ
હર્ષ રિચારિયાએ કહ્યું કે તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નિરંજની અખાડાના વડા આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરી પાસેથી દીક્ષા લીધા પછી, હર્ષા મહાકુંભમાં આવી હતી.
મહાકુંભમાં પહોંચ્યા પછી, હર્ષા વિવાદોમાં ઘેરાઈ છે. તેઓએ જણાવ્યું કે તેઓ માત્ર એક શિષ્યા છે અને પોતાના ગુરુદેવના માર્ગદર્શન હેઠળ મહાકુંભને સમજવાની કોશિશ કરી રહી છે. તેમ છતાં, તેઓના પર આરોપો મૂકવામાં આવ્યા છે, જેનાથી તેઓ ત્રાસમાં છે અને મહાકુંભ છોડવાનું નક્કી કર્યું છે.
મહાકુંભમાં સર્જાયેલા આ વિવાદ પર ધાર્મિક નેતાઓએ પણ ધ્યાન આપ્યું છે અને આ વિવાદના ઉકેલ માટે કડક પગલાં લેવાની જરૂરિયાત દર્શાવી છે. હર્ષાએ મીડિયાને જણાવ્યું કે તે ઉત્તરાખંડ જવા માટે તૈયાર છે, કારણ કે તેઓ આ પરિસ્થિતિથી કંટાળી ગઈ છે.