Maha Kumbh Mela 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ ચાલી રહ્યો છે જેમાં લાખો લોકો દરરોજના મહાકુંભમાં સંગમની ડૂબકી લગાડવા માટે આવે છે તો બીજી તરફ હાલમાં એક સમાચાર ખૂબ જ સામે આવ્યા છે મહાકુંભ મેળાની તસ્વીર નાસાના અવકાશયાત્રી શેર કરી છે જેમાં અદભુત નજારો જોવા મળી રહ્યો છે સ્પેસ માંથી મહાકુંભ એવો દેખાય છે તેની તસવીર હાલમાં જ સામે આવ્યું છે આપ સૌને જણાવી દઈએ તો 26 જાન્યુઆરી 2025 સુધીમાં મહાકુંભમાં 13.21 કરોડથી વધુ ભક્તો મહાકુંભના પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે સાથે જ હજુ પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં આવી રહ્યા છે
મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે તો બીજી તરફ નાસા (NASA)ના એક અવકાશયાત્રી ડોન પેટિટ (Don Pettilt)એ સ્પેસમાંથી (ISS) મહાકુંભની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં સ્પેસ પરથી મહાકુંભ મેળો કેવો દેખાય છે તે જોવા મળી રહ્યો છે આ તસ્વીર શેર કરતાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે લોકો પણ સ્પેસથી મહાકુંભનો નજારો તસવીરના માધ્યમથી જોઈ રહ્યા છે
વધુમાં જણાવી દઈએ તો આગામી 29 જાન્યુઆરીના રોજ મોની અમાવસાના દિવસે પણ મોટી સંખ્યામાં મહાકુંભમાં લોકો અને ભક્તો સ્નાન કરવા માટે આવવાના છે જેને સુરક્ષાને લઈને પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહા કુંભ આગામી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે તે દરમિયાન ઘણા બધા વિડીયો મહાકુંભના સામે આવ્યા છે સાધુ સંતોના વિડિયો સામે આવી રહ્યા છે તો બીજી તરફ હવે સ્પેસ થી મહાકુંભ નો નજારો તસ્વીરના માધ્યમથી સામે આવ્યો છે
.