Mahakumbh 2025: હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે આ મેળાનું આયોજન ચાર વિચિત્ર સ્થાન ઉપર થાય છે પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક આ સિવાય હરિદ્વારમાં પણ થાય છે આવા પવિત્ર સ્થળો પર યોજવામાં આવે છે અને આ સ્થાનોને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે કારણ કે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે અમૃતના કેટલાક ટીપા પડ્યા હોવાનું ઘણા બધા અહેવાલોમાં માનવામાં આવ્યું છે પરંતુ શું તમે જાણો છો કે મહાકુંભ મેળાનું આયોજન શા માટે કરવામાં આવે છે આનુ આયોજન દરબાર વર્ષે જ કેમ કરવામાં આવે છે તેનું ધાર્મિક મહત્વ પણ છે આ સિવાય આધ્યાત્મિક મહત્વ પણ ઘણું બધું માનવામાં આવે છે ચલો તમને આ અંગે વિગતવાર માહિતી જણાવીએ
કુંભ મેળો યોજવાનું ધાર્મિક મહત્વ શું છે?
હિન્દુ ધર્મમાં કુંભમેળાનું મોટું ધાર્મિક મહત્વ છે હિન્દુ ધર્મની પહોળાઈ કથાઓ સાથે કુંભમેળાનું આયોજન જોડાયેલું છે પૌરાણિક કથાઓની વિગતો અનુસાર જ્યારે દાનવોએ અને દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે અમૃતનો કળશ કુંભ નીકળ્યો હતો. આ સાથે જ અમૃતના કેટલાક ટીપા ચાર જગ્યાએ પડ્યા હોવાનું પૌરાણિક કથાઓમાં માનવામાં આવ્યું છે તે ચાર જગ્યા પ્રયાગરાજ નાસિક ઉજજૈન અને હરિદ્વાર માનવામાં આવે છે આ પવિત્ર જગ્યાઓ પર પવિત્ર ટીપા પડ્યા હતા અને આ સ્થાન ઉપર કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે
કુંભમેળામાં હજારોની સંખ્યામાં નહીં પરંતુ 40 કરોડ જેટલા લોકો આવતા હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યો છે દરબાર વર્ષે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં અઘોરી બાબાઓ સાધુ સંતો તેમજ લોકો ઉમટી પડે છે એવું પણ માનવામાં આવે છે કે સાધુ સંતો પોતાની તપસ્યાનું અદભુત નજારો આ કુંભમેળાના માધ્યમથી દેખાડે છે ઘણા બધા વેશભૂષાઓ ધારણ કરીને સાધુ સંતો આ પવિત્ર જગ્યા પર આવતા હોય છે અને તપસ્યા કરતા હોય છે